electoral bonds : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રાજનીતિક દળોને ચૂંટણી બોન્ડની યોજના અંતર્ગત મળનાર પૈસાના સ્ત્રોત વિશે નાગરિકોને જાણવાનો અધિકાર નથી. સરકાર તરફથી એટોર્ની જનરલે આર.વેંકટરમણીએ કહ્યું કે સંવિધાનના આર્ટિકલ 19 (1) (એ) અંતર્ગત લોકોને સૂચના મેળવવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક દલીલમાં વેંકટરમણીએ કહ્યું કે તાર્કિક પ્રતિબંધની સ્થિતિ ન હોવા પર કોઇ પણ વસ્તુ વિશે જાણવાનો અધિકાર હોઇ શકે નહીં. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ કોઇ કાનૂન કે અધિકારનો ઉલ્લંઘન કરતી નથી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ 31 ઓક્ટોબરે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવાઈ, જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.
ઇલેક્ટોરલ બોન્ડ અંતર્ગત રાજનીતિક પાર્ટીઓને મળનાર દાનને સાર્વજનિક બનાવવાની માંગણી કરનારી અરજી પર એટોર્ની જનરલ વેંકેટરમણીએ પોતાના વિચાર રાખ્યા હતા. તેમણે કહ્યું કે નાગરિકોને એ અધિકાર તો છે કે તે ઉમેદવારોની ક્રિમિનલ હિસ્ટ્રી જાણે પણ તેનો એ મતલબ નથી કે તેમને પાર્ટીઓની આવક અને પૈસાના સોર્સ જાણવાનો અધિકાર છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, NCP ધારાસભ્યનું ઘર સળગાવ્યું
વેંકટરમણીએ કહ્યું કે આ યોજના ફાળો આપનારને ગોપનીયતાનો લાભ આપે છે. તે પ્રદાન કરવામાં આવતા સ્વચ્છ નાણાંની ખાતરી કરે છે અને પ્રોત્સાહન આપે છે. તે કરવેરાની જવાબદારીઓનું પાલન સુનિશ્ચિત કરે છે. બંધારણીય અદાલત રાજ્યની કાર્યવાહીની સમીક્ષા ત્યારે જ કરે છે જ્યારે તે વર્તમાન અધિકારો પર તરાપ મારે છે. આ યોજના કોઈ પણ વ્યક્તિના હાલના અધિકારને અસર કરતી નથી
કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમે ચૂંટણી બોન્ડના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર કટાક્ષ કહ્યું હતું કે ભાજપે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તે અપારદર્શી રીતથી મોટા કૉર્પોરેટ્સ પાસેથી પૈસા ભેગા કરશે. ચિદમ્બરમના આરોપો પર વળતો પ્રહાર કરતા ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયે કહ્યું કે ચિદમ્બરમ પોતાના એજન્ડાને ફિટ કરવા માટે કહાનીને ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમણે પત્થર ફેંકતા પહેલા પોતાના કાચના ઘર વિશે વિચાર કરવો જોઈએ.





