ઝારખંડના 'ટાઇગર' ચંપઈ સોરેન બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી, જાણો રાજનીતિક સફર

Champai Soren : ધારાસભ્ય દળની બેઠક બાદ ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, તે 'ઝારખંડ ટાઇગર' તરીકે પ્રખ્યાત છે

Champai Soren : ધારાસભ્ય દળની બેઠક બાદ ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, તે 'ઝારખંડ ટાઇગર' તરીકે પ્રખ્યાત છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Champai Soren, jharkhand

ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે (ANI)

Who is Champai Soren : ઈડીની દિવસભરની પૂછપરછ બાદ હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ સવાલનો જવાબ પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયો છે. ધારાસભ્ય દળની બેઠક બાદ ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.

Advertisment

ચંપઈ સોરેન ક્યારે શપથ લેશે તે સમય અને તારીખ નક્કી થઈ નથી. જોકે ધારાસભ્યો અને મંત્રીઓની ઈચ્છા છે કે રાજ્યપાલ સોરેનને વહેલી તકે પદના શપથ લેવડાવે, જેથી રાજ્યને નવા સીએમ મળી શકે. ચંપઈ સોરેને હાલમાં જ એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં હેમંત સોરેન ચંપઇને અલગ અંદાજથી શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. ચંપઇ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના મંત્રીમંડળમાં વરિષ્ઠ મંત્રી છે.

કોણ છે ચંપઈ સોરેન?

ચંપઈ સોરેનના પિતાનું નામ સિમલ સોરેન છે. તેમના પિતા સરાયકેલા-ખરસાવા જિલ્લાના જિલિંગગોડા ગામના રહેવાસી છે. ચંપઈના પિતા ખેડૂત તરીકે કામ કરતા હતા. જેમાં ચંપઇ પણ મદદ કરતા હતા. ચંપઈએ સરકારી શાળામાંથી ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમના નાની ઉંમરમાં જ લગ્ન થઇ ગયા હતા. ચંપઇને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.

આ પણ વાંચો - હેમંત સોરેને આપ્યું રાજીનામું, ચંપઇ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે

Advertisment

બિહારથી અલગ રાજ્ય ઝારખંડની માંગ ઉઠવા લાગી હતી. શિબુ સોરેનની સાથે ચંપઇ પણ ઝારખંડ આંદોલનમાં સામેલ થયા હતા. ટૂંક સમયમાં જ તે 'ઝારખંડ ટાઇગર' તરીકે પ્રખ્યાત થયા હતા. આ પછી ચંપઈ સોરેને પોતાની સરાયકેલા બેઠક પરથી પેટા ચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય બનીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા હતા.

અર્જુન મુંડાની સરકારમાં મંત્રી હતા

ચંપઈ સોરેન ભાજપના નેતા અર્જુન મુંડાની બે વર્ષ, 129 દિવસની સરકારમાં મંત્રી હતા. ચંપઇ 11 સપ્ટેમ્બર, 2010થી 18 જાન્યુઆરી, 2013 સુધી મંત્રી રહ્યા હતા. આ પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચંપઇ સોરેનને હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચા સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા, પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા.

સોરેન સરકારમાં ચંપઈ બીજી વખત મંત્રી બન્યા

ચંપઇ 2019માં બીજી વખત હેમંત સોરેન સરકારમાં ફરીથી પરિવહન, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચંપઈ જેએમએમના ઉપાધ્યક્ષ પણ છે.

ઇડીની ટીમે હેમંત સોરેનની કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં બુધવારે ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. જે બાદ સોરેને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ કહેવામાં આવી રહ્યું છે કે ઈડી તેમની ધરપકડ કરી શકે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ