/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Chandigarh-mayor-election.jpg)
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ (એક્સપ્રેસ/સોશિયલ મીડિયા ફોટો)
Chandigarh Mayor election : ચંદીગઢ મેયર ચૂંટણી મામલાની સુનાવણી સોમવારે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે સોલિસિટર જનરલને કહ્યું કે અમે હાઈકોર્ટના રજિસ્ટ્રારને કહીશું કે તે તમામ ચૂંટણી રેકોર્ડ સાથે એક અધિકારી અમારી પાસે મોકલે. આ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે આપ્યો આ નિર્દેશ
કોર્ટે કહ્યું કે તે નિર્દેશ આપશે કે પહેલાથી નાખવામાં આવેલા વોટની ગણતરી તે નિશાનને નજરઅંદાજ કરીને કરવાામં આવે જે અનિલ મસીહ દ્વારા તેના પર લગાવવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે તે ચંદીગઢ વહીવટીતંત્રના ડેપ્યુટી કમિશનરને એવા અધિકારીની નિમણૂક કરવા માટે કહેશે જે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ ન હોય. આ અધિકારી બેલેટ પેપરની ગણતરી કરવા અને પરિણામ જાહેર કરવા માટે રિટર્નિંગ ઓફિસર તરીકે કામ કરશે. કોર્ટે કહ્યું કે સમગ્ર મતગણતરી પ્રક્રિયાની ન્યાયિક દેખરેખ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારી દ્વારા કરવામાં આવશે.
લો વેબસાઈટ લાઈવ લો ના મતે સીજેઆઈ ચંદ્રચૂડે અનિલ મસીહને સ્પષ્ટ કહ્યું કે તમે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છો. ત્યારબાદ તેમણે કેસ ચલાવવાની વાત કરી હતી.
આ પણ વાંચો - ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્રની 18 લોકસભા સીટો પર કોર્ડિનેટર નક્કી કરી આ બેઠકો પર દાવો કર્યો
જાણો સીજેઆઈ અને રિટર્નિંગ ઓફિસર વચ્ચે શું હતી વાતચીત
સીજેઆઈ: મિસ્ટર મસીહ, હું તમને સવાલ પૂછી રહ્યો છું. જો તમે સાચો જવાબ નહીં આપો, તો તમારી સામે કેસ ચલાવવામાં આવશે. આ ગંભીર બાબત છે. અમે વીડિયો જોયો છે. તમે બેલેટ પેપર પર ક્રોસ સાથે કેમેરા તરફ કેમ જોઈ રહ્યા હતા? તમે શા માટે ચિહ્ન લગાવી રહ્યા હતા?
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ: મતદાન કર્યા પછી મારે બેલેટ પેપર્સ પર એક નિશાન લગાવવાનું હતું. જે મતપત્રો ખામીયુક્ત હતા તેને અલગ કરવા પડ્યા હતા.
સીજેઆઈ: વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે તમે કેટલાક મતપત્રો પર X નું નિશાન લગાવી રહ્યા હતા. શું તમે કેટલાક બેલેટ પેપર્સ પર X ચિન્હ લગાવ્યા છે?
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ : હા
CJI: કેટલા મતપત્રો પર નિશાન લગાવ્યા?
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહઃ 8
CJI: તમે બેલેટ પેપર કેમ બગાડી રહ્યા હતા? તમે આવું શા માટે કરતા હતા? તમારે ફક્ત કાગળો પર સહી કરવાની હતી. નિયમોમાં તે ક્યાં જોગવાઇ છે કે તમે બેલેટ પેપરોમાં અન્ય ચિન્હ લગાવી શકો છો?
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ: ઉમેદવારોએ બેલેટ પેપરોને ખરાબ કર્યા હતા, છીનવી લીધા હતા અને નષ્ટ કરી દીધા હતા.
સીજેઆઈ: સોલિસિટર સાહેબ, આમના પર કેસ ચલાવવો પડશે. તેઓ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us