/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Chandigarh-Mayor-Election-Results.jpg)
ચંદીગઢ મેયર ચૂંટણી પરિણામ સમજો
હીના રોહતાકી : ચંદીગઢ મેયર ચૂંટણી માં ભાજપની જીત ઈન્ડિયા ગઠબંધનને વધુ એક ઝટકા સમાન છે. રિટર્નિંગ ઓફિસરની નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લી ઘડીએ ચંદીગઢ મેયરની ચૂંટણી મોકૂફ રખાયાના બાર દિવસ બાદ મંગળવારે ભાજપે આશ્ચર્યજનક જીત મેળવી છે.
ચંદીગઢ મેયર ચૂંટણી માં ભાજપની જીત ઈન્ડિયા ગઠબંધન માટે, આ વધુ એક ફટકો હતો કારણ કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) આ પદ માટે સમજૂતી સુધી પહોંચવામાં સફળ થયા હતા, અને આ સંકટગ્રસ્ત ભાજપા વિરોધી ગઠબંધનના પક્ષો વચ્ચેનો આ પહેલો ચૂંટણી કરાર હતા.
ચંદીગઢ મેયર જે પદનો કાર્યકાળ માત્ર એક વર્ષનો છે, તેના માટે શું દાવ પર લાગેલુ હતું? તેના પર એક નજર કરીએ:
ચંદીગઢ મેયર ચૂંટણી ના પરિણામો શું દર્શાવે છે?
ચંદીગઢ મેયર ચૂંટણી આ ભાજપ માટે એક મોટી જીત છે, જેની પાસે પહેલાથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, બે સિનિયર ડેપ્યુટી મેયર અને એક ડેપ્યુટી મેયર પદ હતુ. કોંગ્રેસ-આપ ગઠબંધન મુજબ, AAP ને મેયરની સીટ અને કોંગ્રેસ ને સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની જગ્યા પર ચૂંટણી લડવાની હતી.
ભાજપના મનોજ સોનકર જીત્યા પછી, પાર્ટીએ 16-0 થી જીતીને સિનીયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ પણ જીતી લીધા કારણ કે, મેયરની ચૂંટણીનો વિરોધ કરી રહેલા AAP અને કોંગ્રેસ દૂર જ રહ્યા.
જ્યારે કોંગ્રેસ અને AAP આરોપ લગાવી રહ્યા છે કે, "ભાજપે મતદાનમાં છેડછાડ કરી હતી", બાદમાં સૂચવે છે કે, તેમની રેન્કમાં પણ ક્રોસ વોટિંગ થયું હતું.
પંજાબ અને હરિયાણામાં કોંગ્રેસ-આપ ગઠબંધન જે અસ્થિર જમીન પર ટકેલા છે, તેને જોતા, મેયરની બેઠક જીતવામાં નિષ્ફળતા બંને રાજ્યોમાં બંને પક્ષોમાંથી ઘણા લોકો માટે ડીલ બ્રેકર બની શકે છે, જેઓ એકબીજા સાથે હાથ મિલાવવા માટે અનિચ્છુક છે.
ચંદીગઢ મેયર ચૂંટણી માટે મંગળવારના મતદાન પહેલા કેવા હતા આંકડા?
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાસે સાત કાઉન્સિલર છે અને AAP પાસે 13 છે, 35 સભ્યોના ગૃહમાં તેમની પાસે 20 કાઉન્સિલર છે. ભાજપને તેના 14 કાઉન્સિલરો અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરના મતને કારણે 15 મત મળ્યા હતા, જે ગૃહના હોદ્દેદાર સભ્ય છે, અને હાલમાં ભાજપના સાંસદ છે. ગૃહમાં એક કાઉન્સિલર ભાજપના ભૂતપૂર્વ સાથી અકાલી દળનો પણ છે.
કુલ 36 મતો પડતા, કોંગ્રેસ અને AAP ને સરળ જીતની અપેક્ષા હતી
આ વર્ષે રોટેશન મુજબ મેયરની બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી હતી.
ચંદીગઢ મેયર ચૂંટણી પરિણામ શું આવ્યું?
ભાજપના મનોજ સોનકરને 16 મત મળ્યા, જ્યારે AAP ઉમેદવાર કુલદીપ ટીટા (કોંગ્રેસ સમર્થિત) ને માત્ર 12 મત મળ્યા. 8 મતો અમાન્ય જાહેર થયા હતા.
તેના તુરંત બાદ, ચૂંટણી માટે presiding authority નામાંકિત કાઉન્સિલર અનિલ મસીહ સામે વિરોધ ફાટી નીકળ્યો,ના જેઓ એક સમયે ભાજપના લઘુમતી સેલના પદાધિકારી હતા. કોંગ્રેસ અને AAP એ આક્ષેપ કર્યો હતો કે, તેઓએ "પૂર્વ આયોજિત રીતે" મતોને અમાન્ય જાહેર કર્યા, જ્યારે કોંગ્રેસના નેતા પવન બંસલ સહિત અન્યોએ કહ્યું હતું કે, મતગણતરીના લાઈવ પ્રસારણમાં વિપક્ષ પહોંચે તે પહેલા જ ભાજપના નેતાઓ બેલેટ પેપર લઈને ભાગી રહ્યા હતા, અને તેને ફાડી રહ્યા હતા.
આખરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે માર્શલને બોલાવવા પડ્યા
આ પહેલા, મતદાનમાં એક કલાકનું મોડુ થયુ, અકાલી દળના કાઉન્સિલર હરદીપ સિંહે મૂંઝવણ વચ્ચે NOTA વિકલ્પનો ઉપયોગ કરવાની માંગ કરી હોવા છતાં. મેયરની ચૂંટણીમાં તેના માટે આવી કોઈ જોગવાઈ ન હોવાથી તેને નકારી કાઢવામાં આવ્યો હતો.
ચંદીગઢ મેયર ચૂંટણી અગાઉ કેમ મોકૂફ રાખવામાં આવી?
18 જાન્યુઆરીના રોજ, જે દિવસે મેયરની ચૂંટણી થવાની હતી, AAP અને કોંગ્રેસના કાઉન્સિલરો સ્થળ પર પહોંચ્યા જ્યારે તેમને કહેવામાં આવ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ બીમાર હોવાથી મતદાન અટકાવવામાં આવ્યું છે.
AAP અને કોંગ્રેસે આ બાબતને લઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જઈને જે બન્યું તેને "ગેરબંધારણીય" ગણાવ્યું. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે, સ્થગિતતા દર્શાવે છે કે ભાજપ તેમના ગઠબંધનથી કેટલો “ખતરો” અનુભવે છે.
ચંદીગઢ વહીવટીતંત્રે દલીલ કરી હતી કે, મસીહની માંદગી અને કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓને કારણે ચૂંટણીઓ મુલતવી રાખવી પડી હતી અને ચૂંટણી 6 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવાની માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાશે.
ચંદીગઢ મેયર ચૂંટણી ના પરિણામો પર કોંગ્રેસ અને AAPએ કેવી પ્રતિક્રિયા આપી?
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પરિણામોને "અપ્રમાણિક" અને "અત્યંત ચિંતાજનક" ગણાવ્યા. "જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા જઈ શકે છે, તો તેઓ દેશની લોકસભા ચૂંટણીમાં કોઈપણ હદ સુધી જઈ શકે છે."
AAP ના પંજાબ પ્રભારી અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ જે બન્યું તેની તુલના "દેશદ્રોહ" સાથે કરી અને પ્રિસાઇડિંગ ઓફિસરની ધરપકડની માંગ કરી.
બંસલે કહ્યું, 'કોંગ્રેસ અને AAPના એજન્ટોને બેલેટ પેપર સુધી પહોંચ ન આપવામાં આવી. પ્રિસાઇડિંગ ઓફિસરે…ચૂંટણી યોજવાનો ઢોંગ કર્યો…અમે લાઈવ જોઈ રહ્યા હતા…તમે જોયું હશે કે, વોટિંગ પછી પ્રિસાઇડિંગ ઓફિસરે તરત જ ખુરશી ખાલી કરી દીધી અને ત્યાં ભાજપના ઉમેદવાર તેમની બાજુમાં ઊભા હતા. "કોઈ અંદર જઈને જોઈ શકે તે પહેલાં જ, ભાજપના સભ્યો દોડીને આવ્યા, તેમણે બેલેટ પેપર છીનવી લીધા હતા અને ફાડી નાખ્યા."
આ પણ વાંચો - ભાજપે ચંદીગઢ મેયરની ચૂંટણી જીતી, અરવિંદ કેજરીવાલે કહ્યું – ધોળા દિવસે છેતરપિંડી થઇ
છેલ્લા કેટલાક વર્ષોમાં ચંદીગઢના મેયરની ચૂંટણીઓ કેમ ચર્ચામાં રહી છે?
2022 માં, પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં તેની જીત પછી, AAP એ ચંદીગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં 14 બેઠકો જીતીને ભાજપને આશ્ચર્યચકિત કરી દીધું હતુ, જ્યારે ભાજપને 12 બેઠકો મળી. પરંતુ પાછળથી, કોંગ્રેસનો એક કાઉન્સિલર ભાજપમાં જોડાયો અને તેની સંખ્યા 13 પર પહોંચી ગઈ, ચંદીગઢના સાંસદનો મત પણ ભાજપ પાસે હતો તે ધ્યાનમાં રાખીને તેને AAPની બરાબરી પર કરી.
જ્યારે મેયરની ચૂંટણી નજીક આવી ત્યારે, એક મત અમાન્ય જાહેર થતાં ભાજપનો વિજય થયો હતો.
બીજા વર્ષે, 2023 માં, કોંગ્રેસે મતદાનમાં ભાગ લીધો ન હતો, બાજુ કોંગ્રેસના કાઉન્સિલર ગુરચરણ સિંહ ભાજપમાં જોડાયા હતા, અને AAP કાઉન્સિલર તરુણા કોંગ્રેસમાં સ્વિચ કરી ગયા હતા, આ રીતે ભાજપ કોઈપણ રીતે AAP કરતા આગળ હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us