સુપ્રીમ કોર્ટ તરફથી ભાજપને મોટો ઝટકો, આપના કુલદીપ કુમાર બનશે ચંદીગઢના નવા મેયર

Chandigarh mayor poll : સુપ્રીમ કોર્ટે તમામ બેલેટ પેપર મંગાવ્યા હતા અને તેની તપાસ કર્યા બાદ કહ્યું હતું કે જે 8 મતપત્રો રદ કરવામાં આવ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીને મત મળ્યા હતા અને તે સાચા હતા

Chandigarh mayor poll : સુપ્રીમ કોર્ટે તમામ બેલેટ પેપર મંગાવ્યા હતા અને તેની તપાસ કર્યા બાદ કહ્યું હતું કે જે 8 મતપત્રો રદ કરવામાં આવ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીને મત મળ્યા હતા અને તે સાચા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chandigarh Mayor Kuldeep Kumar, Chandigarh Mayor, Kuldeep Kumar

સુપ્રીમ કોર્ટ દ્વારા ચંદીગઢના મેયર જાહેર થયા બાદ ઉજવણી AAP નેતા કુલદીપ કુમાર (વચ્ચે) (એક્સપ્રેસ તસવીર કમલેશ્વર સિંહ)

Chandigarh mayor poll result : સુપ્રીમ કોર્ટ તરફથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢ મેયરની ચૂંટણી અંગે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે મહત્વનો નિર્ણય આપ્યો છે. હવે ચંદીગઢના નવા મેયર આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર હશે. આ સાથે જ પહેલા રિટર્નિંગ ઓફિસર રહેલા અનિલ મસીહને અવમાનનાની નોટિસ આપવામાં આવી છે.

Advertisment

પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે રિટર્નિંગ ઓફિસરે 8 મત અમાન્ય જાહેર કર્યા હતા. આ તમામને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે તમામ બેલેટ પેપર મંગાવ્યા હતા અને તેની તપાસ કર્યા બાદ કહ્યું હતું કે જે 8 મતપત્રો રદ કરવામાં આવ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીને મત મળ્યા હતા અને તે સાચા હતા.

આપે ભાજપ પર કર્યો પ્રહાર

આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યો છે. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે ભાજપ ખુલ્લી પડી ગઇ છે. તેમણે કહ્યું કે ભાજપે નાની એવી મેયરની ચૂંટણી જીતવા માટે બેઇમાની કરી છે. ભાજપ અને પ્રિસાઇડિંગ ઓફિસરની બેઇમાનીનો પર્દાફાશ થયો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં તે સ્પષ્ટ દેખાય છે. હોર્સ ટ્રેડિંગ દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રભાવિત કરી રહી છે.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – જમ્મુમાં હવે AIIMS અને IIT- IIM પણ છે, પરિવારવાદ પર કર્યો પ્રહાર

Advertisment

કુલદીપ કુમારે કહ્યું કે હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. તેમણે કહ્યું કે આ ચંદીગઢના લોકો અને ઇન્ડિયા ગઠબંધનની જીત છે. આ બતાવે છે કે ભાજપ અજેય નથી અને જો આપણે એક રહીશું તો આપણે તેમને હરાવી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે 8 અમાન્ય મતોની પુન: ગણતરીનો નિર્દેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં 8 અમાન્ય મતપત્રોને માન્ય ગણીને પુન:ગણતરીનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે મૌખિક રીતે અવલોકન કર્યું કે ચૂંટણી દરમિયાન પડેલા મતોની ફરીથી ગણતરી કરવામાં આવે. રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા બગડેલા મતપત્રોને અમાન્ય ગણાવ્યા હતા. ચંદ્રચુડે એમ પણ કહ્યું કે જે મતપત્રો પર મસીહના નિશાન હતા જે AAP ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં નાખવામાં આવ્યા હતા.

ટ્રેન્ડિંગ ન્યૂઝ સુપ્રીમ કોર્ટ દેશ આપ ભાજપ