અમિતાભ સિન્હા : ભારતમાં ઈસરોનું ચંદ્રયાન-3 અને રશિયાનું લુના 25 બંને ચંદ્રની ભ્રમણકક્ષામાં છે, જે આવતા અઠવાડિયે ચંદ્ર પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. લુના 25 21 ઓગસ્ટે પહેલા લેન્ડીંગ કરે તેવી ધારણા છે, જ્યારે ચંદ્રયાન-3 બે દિવસ પછી 23 ઓગસ્ટે ઉતરાણ કરે તેવી શક્યતા છે. બંને મિશનનું લક્ષ્ય ચંદ્ર પર દક્ષિણ ધ્રુવની નજીક એવા વિસ્તારમાં ઉતરવાનું છે, જ્યાં પહેલાં કોઈ અવકાશયાન ગયું નથી.
1976 માં તત્કાલીન સોવિયેત સંઘ (રશિયા) ના લુના 24ના લેન્ડીંગ બાદ, માત્ર ચાઇના ચંદ્ર પર અવકાશયાન ઉતારવામાં સક્ષમ રહ્યું છે – 2013 અને 2018 માં અનુક્રમે ચાંગ’ઇ 3 અને ચાંગ’ઇ 4 બાદ. ભારત અને રશિયા બંને તેમની પ્રથમ સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બંને અવકાશયાનના લેન્ડીંગનો સમય કેવી રીતે નક્કી કરે છે?
લુના 25 એક શક્તિશાળી રોકેટ પર 10 ઓગસ્ટના રોજ લોન્ચ થયા પછી માત્ર છ દિવસમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. ચંદ્રયાન-3 ને તેના 14 જુલાઈના પ્રક્ષેપણ પછી 23 દિવસનો સમય લાગ્યો હતો, કારણ કે ISRO પાસે હજુ પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં સીધું જઈ શકે તેટલું શક્તિશાળી રોકેટ નથી. જો કે, ચંદ્રયાન-3 પરિભ્રમણ માર્ગે, ઊર્જા અને ખર્ચ બચાવવામાં મદદ કરી છે.
હવે જ્યારે બંને અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં છે, ત્યારે લુના 25ને ચંદ્રયાન-3 કરતાં કોઈ વિશેષ ફાયદો નથી, જે તેને વહેલા લેન્ડીંગની સુવિધા આપે છે. એવું નથી કે લુના 25 ચંદ્રયાન-3 કરતા વધુ ઝડપથી ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. લેન્ડીંગની તારીખની પસંદગી અન્ય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.
23 ઓગસ્ટે ચંદ્ર પર દિવસની શરૂઆત થાય છે. એક ચંદ્ર દિવસ પૃથ્વી પર લગભગ 14 દિવસ બરાબર હોય છે, જ્યારે સૂર્યપ્રકાશ સતત ઉપલબ્ધ રહે છે. ચંદ્રયાન-3 ના ઉપકરણોનું જીવન માત્ર એક ચંદ્ર દિવસ અથવા 14 પૃથ્વી દિવસનું છે. એવું એટલા માટે છે કારણ કે, તે સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો છે અને તેને કાર્યરત રહેવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે.
રાત્રિ દરમિયાન ચંદ્ર અત્યંત ઠંડો થઈ જાય છે, જેનું તાપમાન માઈનસ 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોય છે. આવા નીચા તાપમાન પર કામ કરવા માટે વિશેષરૂપથી ડિઝાઈન ન કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક્સ જામ થઈ શકે છે અને બિન-કાર્યકારત બની શકે છે.
અવલોકનો અને પ્રયોગો માટે મહત્તમ સમય મળે તે માટે ચંદ્રયાન-3 માટે ચંદ્ર પર દિવસ હોય ત્યારે ઉતરવું મહત્વપૂર્ણ છે. જો કોઈ કારણોસર, તે 23 ઓગસ્ટના રોજ ઉતરાણ કરવાનો પ્રયાસ કરી શકતું નથી, તો બીજા દિવસે બીજો પ્રયાસ કરી શકે છે. જો તે પણ શક્ય ન થાય તો, ચંદ્રનો દિવસ અને ચંદ્ર રાત્રિ સમાપ્ત થવા માટે – લગભગ 29 દિવસ થાય- એટલે સંપૂર્ણ મહિનો ફરી રાહ જોવી પડશે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો ચંદ્રયાન-3 23મી ઓગસ્ટ પહેલા લેન્ડ થઈ શકશે નહીં તો, 24મી ઓગસ્ટ તે લેન્ડ થવા પણ માંગશે નહીં, અને 29 દિવસ બીજા રાહ જોશે.
લુના 25 માટે આવા કોઈ પ્રતિબંધ નથી. તે સૌર ઉર્જાથી પણ ચાલે છે, પરંતુ તેમાં રાત્રિ દરમિયાન તેના ઉપકરણોને ગરમી અને શક્તિ પ્રદાન કરવા માટે ઓનબોર્ડ જનરેટર પણ લાગેલું છે. તેનું આયુષ્ય એક વર્ષ છે, અને તેની લેન્ડીંગની તારીખની પસંદગી ચંદ્ર પર સૂર્ય કેટલો ચમકે છે, તેના આધારે નક્કી કરવામાં આવતી નથી.
ભારતીય અને રશિયન મિશન કેટલા અંતરે ઉતરશે?
જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, લેન્ડિંગ “દક્ષિણ ધ્રુવ” ની નજીક થશે, પરંતુ લેન્ડિંગ સ્થળ ચંદ્ર પર ધ્રુવીય પ્રદેશમાં બરાબર નથી. ચંદ્રયાન-3 માટે પસંદ કરાયેલ સ્થળ 68 ડિગ્રી દક્ષિણ અક્ષાંશની આસપાસ છે, જ્યારે લુના 25નું સ્થાન 70 ડિગ્રી દક્ષિણની આસપાસ છે.
પરંતુ આ હજુ પણ ચંદ્ર પર અન્ય કોઈપણ અન્ય લેન્ડીંગ કરતા દક્ષિણમાં ઘણુ દૂર છે. અત્યાર સુધીના તમામ લેન્ડીંગ વિષુવવૃત્તીય પ્રદેશમાં થયા છે, તેનું મુખ્યત્વે કારણ એ છે કે, આ પ્રદેશ સૌથી વધુ સૂર્યપ્રકાશ મળે છે.
આ પણ વાંચો – Chandrayaan 3 : ચંદ્રયાન 3 એ મોકલેલી લેટેસ્ટ તસવીર જોઈ? ચંદ્ર જુઓ નજીકથી, સફળતાપૂર્વક લેન્ડર ‘ડિબુસ્ટીંગ’ થયું
એટલે કે, ચંદ્રયાન-3 અને લુના 25નું લેન્ડિંગ સ્થળ વચ્ચે ચંદ્રની સપાટી પરનું વાસ્તવિક અંતર કેટલાક સો કિલોમીટરનું હોઈ શકે છે.
ચંદ્રનો ધ્રુવીય પ્રદેશ ભવિષ્યમાં વધુ વ્યસ્ત બનવાની ધારણા છે, જેમાં ઘણા આવનારા મિશન આ ભાગની શોધખોળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનું મુખ્ય કારણ અહીં સ્થિર જમેલા પાણીને શોધવાની વધુ સંભાવનાને કારણે.