Chandrayaan 3 : ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું છે. તો, લેન્ડર વિક્રમ અને રોવર ચંદ્ર પરથી સતત નવી માહિતી મોકલી રહ્યા છે. આ દરમિયાન ચંદ્રયાન 1 એ ચંદ્ર પર પાણીની શોધ કરી છે. જો કે આ હકીકત ઘણા સમય પહેલા જાણીતી હતી, પરંતુ ચંદ્રયાન 1 દ્વારા મોકલવામાં આવેલી નવી માહિતીના આધારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પૃથ્વીના કારણે ચંદ્ર પર પાણીની રચના થઈ રહી છે. પૃથ્વી પરથી આવતા ઉચ્ચ ઉર્જા ઇલેક્ટ્રોન ચંદ્ર પર પાણી બનાવવામાં મદદ કરી રહ્યા છે.
પાણી મળ્યું પણ કેટલા જથ્થામાં?
ચંદ્રની સપાટી પર પાણીની રચના થઈ રહી છે, પરંતુ વૈજ્ઞાનિકો એ જાણી શક્યા નથી કે, અહીં ક્યાં અને કેટલી માત્રામાં પાણી છે અને તે શોધવાનું પણ મુશ્કેલ છે. આ સિવાય વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણીની ઉત્પત્તિનું કારણ જાણી શક્યા નથી.
વૈજ્ઞાનિકો દાવો કરે છે કે, જો આપણે જાણીએ કે ચંદ્ર પર પાણી કેવી રીતે અને ક્યાં જોવા મળશે, અથવા કેટલી ઝડપથી પાણીની રચના થઈ શકે છે, તો તે ભવિષ્યમાં ત્યાં માનવ વસાહતો સ્થાપિત કરવામાં મદદ કરશે. રિપોર્ટ અનુસાર, ચંદ્રયાન 1 ના એક સાધનમાં પાણીના કણો જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન 1 ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું.
હવામાં રહેલા ઉચ્ચ ઉર્જા કણો ઝડપથી ચંદ્રની સપાટી પર હુમલો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેમના હુમલાના કારણે જ ચંદ્ર પર પાણી બની રહ્યું છે.
વિક્રમ લેન્ડરની તસવીર સામે આવી છે
ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર હાલમાં ચંદ્ર પર રાત હોવાથી સૂઈ રહ્યું છે, પરંતુ તેની તસવીર સામે આવી રહી છે. આ વખતે વિક્રમ લેન્ડરનો ફોટો દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દ્વારા લેવામાં આવ્યો છે. તેમાં શિવ શક્તિ પોઈન્ટ પણ દેખાય છે. શિવ શક્તિ પોઈન્ટ એ જગ્યાનું નામ છે, જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. આ ફોટો અંગે કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે, આ ફોટો 27 ઓગસ્ટે લેવામાં આવ્યો હતો.