/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Chandrayaan-3-1.jpg)
સફળ લેન્ડિંગ માટે આખરી 15 મિનિટ મહત્વની છે. ચંદ્રયાન 2 અહીં નિષ્ફળ ગયું હતું. પરંતુ આ વખતે ખાસ તકેદારી રાખવામાં આવી છે
Chandrayaan 3 : ચંદ્રયાન-3ને ઇસરો દ્વારા 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ ચંદ્રમાની ઓર્બિટમાં જવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આવતી કાલે (સોમવારે) તે પૃથ્વીની પરિક્રમા કરતી વખતે ચંદ્રમાંની ઓર્બિટ તરફ આગળ વધશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે તે ચંદ્રની ઓર્બિટમાં જશે અને તે પછી તે સૌથી ઇનર સરફેસમાં જશે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ચંદ્રની કક્ષામાં જઈને તે દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ક્યાં ઉતરવાનું છે તેની ઓળખ કરશે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તે ચંદ્રની ઓર્બિટમાં પહોંચી જશે. તેમણે જણાવ્યું કે ચંદ્રયાન 3 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં એક જગ્યાએ લેન્ડ કરશે.
પૃથ્વીથી ચંદ્રમાં સુધી પહોંચવા માટે ચંદ્રયાન-3એ 5 વખત પોતાના ઓર્બિટને બદલ્યું છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો જે રસ્તો છે તેને હાઇવે કહેવામાં આવે છે. ચંદ્રયાનની પેરોજી અને એપોજીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચંદ્રયાન 71,351 કિમી એપોજી અને 233 કિમી પેરોજીમાં ચક્કર લગાવી રહ્યું છે.
આ પણ વાંચો - ચંદ્ર પર એવું તે શું છે કે બધાની નજર ‘મૂન મિશન’ પર અટકી છે, જાણો ચંદ્રના રહસ્યો
જણાવી દઈએ કે 17 ઓગસ્ટે પ્રોપલ્શન સિસ્ટમ લેન્ડર-રોવરથી અલગ હશે. મોડ્યુલ અલગ થયા બાદ લેન્ડર રોવરને ચંદ્રમાની કક્ષામાં મુકવામાં આવશે. ચંદ્રયાન-3ને કક્ષામાં લાવવા માટે તેને ડિબૂસ્ટ કરવામાં આવશે. એટલે કે તેની સ્પીડ ઓછી થશે. લેન્ડની પ્રક્રિયા 23 ઓગસ્ટથી શરૂ થશે.
ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે. તે એવા સ્થળે ઉતરવાનો પ્રયાસ કરશે જ્યાં હજુ સુધી કોઈ દેશે ઉતરવાનો પ્રયાસ પણ કર્યો નથી. જો ભારતનું આ મિશન સફળ રહ્યું તો દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડર ઉતારનાર ભારત પહેલો દેશ બની જશે. ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવ પાસે ઉતારવામાં આવી રહ્યું છે ના કે દક્ષિણ ધ્રુવ પર. ભારત ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સ્થિત મંજીનસ-યુ ક્રેટર પાસે ઉતારી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us