Chandrayaan 3 Landing : ઈસરોના ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે?

ISRO Chandrayaan 3 Landing Live Streaming: ચંદ્ર પર ઈસરોના ચંદ્રયાન 3ના લેન્ડિંગની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. હાલ ચંદ્રથી ચંદ્રયાન 3 માત્ર 30 કિલોમીટર દૂર છે. ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર લાઇવ લેન્ડિંગ ક્યા, ક્યારે અને કેવી રીતે જોવા મળશે, જાણો વિગતવાર

Written by Ajay Saroya
August 18, 2023 19:35 IST
Chandrayaan 3 Landing : ઈસરોના ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે?
ઇસરોએ 14 જુલાઇ 2023ના રોજ ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ કર્યુ હતુ.

ISRO Chandrayaan 3 Landing Live Streaming Date and Time : ઈસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની બહુ નજીક પહોંચી ગયુ છે અને આગામી સપ્તાહે ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ સર્જશે. ભારત સહિત દુનિયાભરના લોકોમાં ચંદ્રની સપાટી પર ઇસરોના ચંદ્રયાન-3ને લઈને ઘણો ઉત્સાહ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 14 જુલાઈના રોજ સફળતાપૂર્વક ચંદ્રયાન 3 લોન્ચ કર્યું. તે દિવસે પણ લોકોની નજર ટીવી સ્ક્રીન પર ચોંટેલી હતી.ભારતના લોકો આ સફળતા પર ગર્વ અનુભવી રહ્યા છે. જો કે, હવે લોકો ચંદ્રયાન 3ના ચંદ્ર પર લેન્ડિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીયો ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા ઇચ્છે છે. ઇસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ક્યાં – ક્યા સમયે અને તેના લેન્ડિંગનું લાઇવ સ્ટ્રિમિંગ કેવી રીતે જોવા મળશે તેની સંપૂર્ણ વિગતો જાણો

ઇસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ક્યારે લેન્ડિંગ થશે (Chandrayaan 3 when Landing on Moon)

તમને જણાવી દઇયેકે, ઈસરોએ ગત 14 જુલાઇ, 2023ના રોજ શ્રી હરિકોટા સ્પેશ સ્ટેશનથી ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ કર્યુ હતુ. ભારતના મૂન મિશન ચંદ્રયાન-3નું લેન્ડર 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું હતું. તેણે આજે એટલે કે 18 ઓગસ્ટે ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો છે. હવે ચંદ્રયાન આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. દરેક વ્યક્તિ લાંબા સમયથી આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

ચંદ્રયાન 3 કઇ તારીખે, ક્યા અને કેટલા વાગે લેન્ડિંગ કરશે (Chandrayaan 3 Landing Date and Time)

ઇસરોના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટ, 2023 બુધવારે સાંજે 5.47 વાગ્યે ચંદ્રયાન 3નું લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરી શકે છે. તાજેતરમાં વિક્રમ લેન્ડરનું ડીબૂસ્ટ કરવામાં આવ્યુ છે. ડીબૂસ્ટિંગ કરવાથી ચંદ્રયાન 3ની સ્પીડ ધીમી પડી છે અને તે ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી ગયુ છે. હવે ચંદ્રથી ચંદ્રયાન 3 માત્ર 30 કિલોમીટર દૂર છે.

ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર દુનિયાભરની નજર (India ISRO Chandrayaan 3 Moon Mission)

આ ક્ષણ ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ હશે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3ના લેન્ડિંગને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આ ક્ષણને લાઇવ જોવા માંગે છે. તમને જણાવી દઇયે કે ISRO ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ ઉપરાંત, તેનું લાઇવ સ્ટ્રીમિંગ અન્ય ઘણા પ્લેટફોર્મ પર પણ કરવામાં આવશે. જેથી દરેક વ્યક્તિ ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઉતરણ જોઈ શકશે.

આ પણ વાંચો | ઈસરોના ચંદ્રયાન-3 કરતા રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર પહેલા લેન્ડ કરી શકે! જાણો કેમ

ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે? (How to see Chandrayaan 3 Landing Live Streaming )

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ સ્ટ્રિમિંગ તમે તમે ઈસરોની સત્તાવાર વેબસાઈટ lvg.shar.gov.in પર જઈ શકો છો. આ ઉપરાંત તમે ISROના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પણ ચંદ્રયાન-3નું લેન્ડિંગ જોઈ શકો છો. તેમજ ફેસબુક તેમજ ડીડી નેશનલ અને જનસત્તાની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ