Chandrayaan 3 Mission Landing Live : 40 દિવસની સફર પુરી કર્યા પછી ચંદ્રયાન 3 એ ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ કર્યું છે. ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી લગભગ 4 કલાક પછી વિક્રમ લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે. અહીં ચંદ્રયાન 3 ની લાઇવ લેન્ડિંગ પ્રકિયા જોઇ શકશો.
ભારત આવી સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, સોવિયત યુનિયન (રશિયા) અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ભારતે દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો છે.