Chandrayaan 3 Latest News: ચંદ્રયાન-3 તસવીરો કેવી રીતે મોકલે છે, ઈસરો સાથે કેવી રીતે સંપર્ક થાય છે? જાણો બધુ જ

Chandrayaan 3 Latest Update News : ઈસરો (ISRO) નું ચંદ્ર (Moon) ના સંશોધન માટેનું મિશન (mission) આગળ વધી રહ્યું છે, ચંદ્રયાન 3 ચંદ્રની સપાટીની નજીક ધીમે ધીમે જઈ રહ્યું છે. તો જોઈએ તે કેવી રીતે ઈસરો સાથે સંપર્ક કરી પળે પળેની માહિતી આપી રહ્યું છે.

Written by Kiran Mehta
August 15, 2023 12:56 IST
Chandrayaan 3 Latest News: ચંદ્રયાન-3 તસવીરો કેવી રીતે મોકલે છે, ઈસરો સાથે કેવી રીતે સંપર્ક થાય છે? જાણો બધુ જ
ચંદ્રયાન-3 તસવીરો કેવી રીતે મોકલે છે, ઈસરો સાથે કેવી રીતે સંપર્ક થાય છે? જાણો બધુ જ

Chandrayaan 3 Latest News : ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની ખૂબ નજીક પહોંચી ગયું છે. 9 દિવસ પછી ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરવાનો પ્રયાસ કરશે. હવે ચંદ્રયાનને ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર કરવાના છે. 17 ઓગસ્ટે ચંદ્રયાનનું પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજાથી અલગ હશે. ચંદ્રયાન 18 અને 20 ઓગસ્ટના રોજ ડિઓર્બિટ કરશે. આ પછી 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે. ચંદ્રયાન-3 લોન્ચ થયા બાદથી સતત ચંદ્ર અને પૃથ્વીની તસવીરો મોકલી રહ્યું છે.

ISRO ચંદ્રયાન-3 પર કેવી રીતે નજર રાખે છે?

અવકાશમાં હોવા છતાં, ચંદ્રયાન-3 ઇસરોને પળે પળની માહિતી મોકલવાનું ચાલુ રાખે છે. ઈસરો પણ ચંદ્રયાન-3 પર સતત નજર રાખી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 3 લાખ 84 હજાર કિમી છે. સવાલ એ છે કે, ઇસરો આટલા દૂરનું અંતર હોવા છતા ચંદ્રયાન પર કેવી રીતે નજર રાખે છે. ISRO માત્ર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ISTRAC તરીકે ઓળખાતા કમાન્ડ નેટવર્કની મદદથી ચંદ્રયાન પર નજર રાખે છે. આ નેટવર્ક બેંગલુરુમાં આવેલું છે, જેના દ્વારા ISRO ચંદ્રયાનની ગતિ, દિશા અને તેના હેલ્થ પર નજર રાખે છે.

ચંદ્રયાન-3 ISRO સાથે કેવી રીતે વાત કરે છે?

ચંદ્રયાન-3 જ્યારે ઇચ્છે ત્યારે ઇસરોનો સંપર્ક પણ કરી શકે છે. ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડલની મદદથી ઈસરોનો સંપર્ક કરે છે. ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડલની મદદથી લેન્ડરમાં લગાવેલા કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્ર અને પૃથ્વીની તસવીરો ઈસરોને મોકલવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, 17 ઓગસ્ટે ચંદ્રયાનનું પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજાથી અલગ થઈ જશે. પ્રોપલ્શન મોડલનું કામ ચંદ્ર પરથી એકત્ર કરાયેલી તસવીરો અને તથ્યોને સિગ્નલ દ્વારા ઈસરોને મોકલવાનું છે.

શું છે ચંદ્રયાન-3 મિશન?

ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મિશન હેઠળ ISRO 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. ચંદ્રયાન-3 તેની સાથે લેન્ડર અને રોવર લઈ ગયું છે. લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે અને સફળ ઉતરાણ પછી, રોવર ચંદ્રની સપાટી પર રસાયણોની શોધ કરશે. વૈજ્ઞાનિકો ચંદ્ર પર હાજર રસાયણોનો અભ્યાસ કરશે અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરશે.

આ સાથે, અમે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સંબંધને સમજવાનો અને પૃથ્વીની ઉત્પત્તિને સમજવાનો પણ પ્રયાસ કરીશું. અત્યાર સુધી માત્ર અમેરિકા, ચીન અને રશિયા ચંદ્રના ઉત્તર ધ્રુવની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે. જો ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરશે તો ભારત આવું કરનાર પ્રથમ દેશ બની જશે. ISROએ વર્ષ 2019માં ચંદ્રયાન-2 સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરી શક્યું ન હતું.

આ પણ વાંચોaditya L1 mission | આદિત્ય એલ 1 મિશન : ઈસરો હવે સૂર્યના અભ્યાસ માટે ‘સૂર્યયાન’ તૈયાર કરશે

લેન્ડર અને પ્રોપલ્શન મોડલ ક્યારે અલગ થશે?

5 ઓગસ્ટથી 17 ઓગસ્ટની વચ્ચે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ચંદ્રની સપાટીની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની 100 કિમીની ભ્રમણકક્ષામાં આવશે. તે જ દિવસે પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજાથી અલગ થઈ જશે. આ પછી, 18 થી 20 ઓગસ્ટ સુધી, લેન્ડર મોડલ તેની ગતિ ઘટાડશે અને ડી-ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરોને પાર કરી લેશે, તો 23 ઓગસ્ટે સાંજે 5:45 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ