ISRO Chandrayaan-3 Moon Landing Live Updates : ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 આજે ઇતિહાસ રચવા માટે ખૂબ જ મહત્વનું છે. આ ક્ષણની દેશવાસીઓ સહિત દુનિયા પણ રાહ જોઈને બેઠી છે. ચંદ્રયાન પહેલીવાર ચંદના દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરનારું છે. આ ચંદ્રનો હિસ્સો છે જે દુનિયાના અનેક દેશ એક્સપ્લોર કરવા માંગે છે. રશિયાનું લૂના 25 તો આ કરતા કરતા ફેઇલ થઈ ચૂક્યું છે. હવે ભારતની પાસે એક વર્ષની ક્રાંતિ લખવાનો સૂવર્ણ તક છે.
કાચબાની ચાલે ચંદ્રયાન 3નું થશે લેન્ડિંગ
ઇસરોએ થોડા કલાક પહેલા જ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બધુ બિલકુલ ઠીક છે. વિક્રમ લેન્ડિંગ કરવા માટે સંપૂર્ણ પણ તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતનું ચંદ્રયાન 3 આજે સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. હવે એ સમજવું જરૂરી છે કે ચંદ્રયાન કોઈ એક ઝટકામાં લેન્ડિંગ નહીં કરે. તે કાચબાની ચાલથી લેન્ડિંગ કરશે. ચંદ્રયાન જેટલું નજીક આવે એટલી તેની ગતિ ઓછી થતી જશે.
લૂના 25થી ઈસરોએ શું સીખ લીધી?
હવે રશિયાના લૂના 25થી ઇસરોએ સીખ લીધી છે. રશિયાને એ વાત ઉપર વધારે ગર્વ હતું કે તેનું લુના 25 ભારતના ઈસરો પહેલા ચંદ્ર પર પહોંચી જશે. પરંતુ તેમનો આવો અહંકાર તેને નિષ્ફળ બનાવ્યો અને ઓવર સ્પીડિંગના કારણે જ તેનું લૂના ખોટા ઓર્બિટમાં દાખલ થયું અને ચંદ્રની જમીન પર ક્રેશ થયું હતું. ચંદ્રયાન 2 પણ સમય રહેતા જ પોતાની ગતિ ધીમી ન કરી શક્યું હતું અને તેનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું હતું. હવે ચંદ્રયાન 3 માટે ઇસરોએ જૂની બધી ભૂલોએ સીખ લીધી હતી. આ કારણે એકવાર ફરીથી ભારતનું મૂન મિશન ઉતાવળમાં નહીં પરંતુ દરેક પડાવને પાર કરવા ચાલ્યું છે.
દક્ષિણી ધ્રૂવ જ કેમ? અહીં શું છે?
ભારત ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર જવા માંગે છે કારણ કે આ વિસ્તારમાં સાચી દ્રષ્ટીએ અનેક વસ્તુઓ કાઢી શકાય છે. સાઉથ પોલ ચંદ્રનો એ વિસ્તાર છે જ્યાં સૂર્યનું એક પણ કિરણ પડતું નથી. આના કારણે આ મિશન ખુબ જ પડકારજનક છે. ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર અનેક એવા રહસ્ય છૂપાયેલા છે જેના વિશે અત્યાર સુધી ખાલી કયાસ લગાવવામાં આવતો હતો. જોકે, અસલમાં ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર લૂનર વોટર આઈસ છે. જો તેનો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો આવનારા વર્ષોમાં ગણું બધું જાણવા મળી શકે છે.
ચંદ્રયાન 3ને ચંદ્ર પર શું મળી શકે છે?
ચંદ્રનો દક્ષિણી ધ્રૂવ પોતાની વિશેષતાઓ અને વૈજ્ઞાનિક મૂલ્યના કારણે વૈજ્ઞાનિક શોધના કેન્દ્રમાં બનેલો છે. માનવામાં આવે છે કે દક્ષિણી ધ્રૂવ પર જળ અને બરફનો મોટો ભંડાર છે. જે સ્થાયી રૂપથી અંધારામાં રહે છે. ભવિષ્યના અંતરિક્ષ અભિયાનો માટે જળની હાજર ખુબ જ વધારે મહત્વ ધરાવે છે. કારણે આ પીવાલાયક જળ, ઓક્સીજન અને રોકેટ ઇંધન તરીકે હાઈડ્રોજન જેવા સંસોધનોમાં ફેરવી શકાય છે. આ વિસ્તારમાં સૂર્યની રોશનીથી સ્થાયી રૂપથી દૂર રહે છે. તાપાન શૂન્યથી 50થી 10 ડિગ્રી નીચે રહે છે. આ કારણે રોવર અથવા લેન્ડર માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે આદર્શ રસાયણિક પરિસ્થિતિ ઉપલબ્ધ થાય છે. જેનાથી તે ખુબ જ સારી રીતે કામ કરી શકે છે.