Chandrayaan-3 Mission : વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ પર કેવી રીતે ઉતર્યું, બહાર આવી ગયું પ્રજ્ઞાન રોવર, જાણો કેવી રીતે પ્રજ્ઞાન અને વિક્રમ કરે છે વાત

Chandrayaan 3 Mission latest updates, વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ સોફ્ટ લેન્ડિંગ થયા છે એમાંથી બે પૈકી એક સોફ્ટ લેન્ડિંગ સફળ થયું છે. આ પહેલા ભારતના ચંદ્રયાન 2 નું લેન્ડર ક્રેશ કરી ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ઉતરું મોટી સફળતા છે.

Written by Ankit Patel
Updated : August 24, 2023 08:35 IST
Chandrayaan-3 Mission : વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ પર કેવી રીતે ઉતર્યું, બહાર આવી ગયું પ્રજ્ઞાન રોવર, જાણો કેવી રીતે પ્રજ્ઞાન અને વિક્રમ કરે છે વાત
ચંદ્રયાન ચંદ્રની પહેલી તસવીર - photo ISRO

Chandrayaan 3 latest updates, Vikram Lander and Pragyan Rover : ભારતના ચંદ્રયાન 3 એ બુધવારે સાંજે વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરીને ઇતિહાસ રચી દીધો છે. આ સફળતાની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરનાર વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. જ્યારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બન્યો છે. આ પહેલા રશિયા, ચીન અને અમેરિકાએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. પરંતુ આ બધાનું કામ ભૂમધ્યરેખીય ક્ષેત્રમાં થયું હતું. વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરી. આ જગ્યા વધારે ઉબડ ખાબડ ક્ષેત્ર ધરાવે છે. જ્યાં લેન્ડિંગ કરવું આસાન નથી. વિક્રમ લેન્ડરથી પ્રજ્ઞાન રોવર બહાર આવી ગયું છે. ઇસરોએ ટ્વીટ કરીને સત્તાવાર માહિતી આપી હતી.

વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ પર કેવી રીતે ઉતર્યું?

વિક્રમ લેન્ડર દસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચંદ્રની સપાટી ઉપર આવીને બેઠું છે. જો આને છોડવામાં આવે તો આ ખૂબ જ ગતિથી પડત. જેવી રીતે ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર ક્રેસ કરી ગયું હતું. પરંતુ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે તે ચંદ્રની સપાટી પર આરામથી ઉતરી શકે અને બાદમાં તે બેગલુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાતચીત કરી શકે. આ એક કઠીન કામ છે. વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ સોફ્ટ લેન્ડિંગ થયા છે એમાંથી બે પૈકી એક સોફ્ટ લેન્ડિંગ સફળ થયું છે. આ પહેલા ભારતના ચંદ્રયાન 2 નું લેન્ડર ક્રેશ કરી ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ઉતરું મોટી સફળતા છે. વિક્રમનું નામ ભારતમાં સ્પેસ ટેક્નોલોજીના જનક વિક્રમ સારાભાઈના નામ પર આપવામાં આવ્યું છે.

કેવી રીતે ઓછી થઈ વિક્રમ લેન્ડરની ગતિ

ચંદ્રમાની સપાટી ઉપર ઉતરતા પહેલા વિક્રમ લેન્ડરની ગતિ ઓછી કરવી એક પડકાર હતો. આને લઇને ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરને 125 X 25 કિલોમીટરના ઓર્બિટમાં રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ડિઓર્બિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચંદ્રની સપાટી પર મોકલવામાં આવ્યું હતું. ત્યાર તેની ગતિ છ હજાર કિલોમિટર પ્રતિ કલાકથી પણ વધારે હતી. ત્યારબાદ કેટલીક મિનિટમાં જ્યારે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરી તો તેની ગતિ એક દમ ઓછી હતી. ગતિને ઓછી કરવા માટે વિક્રમ લેન્ડર પર ચાર એન્જીનનો સહારો લેવામાં આવ્યો હતો. બાદમાં બે એન્જીનોની મદદથી વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી ઉપર ઉતારવામાં આવ્યું હતું.

પ્રજ્ઞાન રોવર કેવી રીતે બહાર આવ્યું?

ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરી ગયું છે. હવે પ્રજ્ઞાન રોવરને બહાર નીકળવાની રાહ જોવાઈ રહી હતી. જોકે, પ્રજ્ઞાનને વિક્રમ લેન્ડરથી બહાર નીકળવા માટે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી. વિક્રમ લેન્ડર ચંદ્રની જમીન પર બેઠવાના કારણે ધૂલના કણ પેદા થયા છે તે થોડા કલાક પછી પાછા બેશી ગયા છે. ત્યારબાદ વિક્રમ લેન્ડરથી એક રેમ્પ ખુલ્યું હતું, જેનો સહારો લઇને પ્રજ્ઞાન ચંદ્રની જમીન પર ચાલવાનું શરુ કર્યું છે. પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એકબીજા સાથે વાત કરી શકશે. વિક્રમ લેન્ડર ચંદ્રયાન 2ના ઓર્બિટ અને બેંગ્લુરુ સ્થિત કમાંડ સેન્ટર બંનેથી વાત કરી શકે છે.

વિક્રમ અને પ્રજ્ઞાન બંને સૌર્ય ઉર્જાથી સંચાલિત છે. આને ચંદ્રની રોશની વાળી જગ્યા પર ઠીકથી પહોંચી ગયું છે. કારણે હવે 14 દિવસ સુધી રોશની રહેશે તો પ્રજ્ઞાન અને વિક્રમ કામ કરી શકશે. કેટલાક સમયમાં ચંદ્રની સપાટીની તસવીર આવશે જેમાં પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે અને વિક્રમ પ્રજ્ઞાનની તસવીર આપશે. આ ચંદ્રની સપાટી પર લીધેલી આ પ્રકારની પહેલી તસવીર હશે.

પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાત કેવી રીતે થાય છે?

પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાતચીતના માધ્યમ રેડિયો વેબ્સ છે. આ ઇલેક્ટ્રો મેગ્નેટિવ વેવ હોય છે. જેને એ પ્રકારે બનાવવામાં આવ્યા છે. કે પ્રજ્ઞાન પોતાના લેન્ડર વિક્રમ સાથે વાત કરી શકે. પ્રજ્ઞાન સીધા બેંગ્લુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાત કરી શકે છે. પરંતુ વિક્રમ સીધા બેંગલુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાત કરી શકે છે. જોકે, ચંદ્રયાન 3ના પ્રોપેલ્શન મોડ્યુલમાં કોઈ કમ્યુનિકેશન ડિવાઇસ નથી. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ચંદ્રથી ધરતી સુધી સંદેશ આવવા માટે સવા સેકન્ડનો સમય લાગે છે. આ સંપૂર્ણ પ્રોસેસ ઓટોમેટેડ રીતે થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ