ISRO Chandrayaan 3, Moon Landing Live Updates : ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવીને ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત આવી સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, સોવિયત યુનિયન (રશિયા) અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ભારતે દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાનના લેન્ડરે ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી રોવર બહાર આવ્યું છે.
રોવર છ પૈડાવાળો રોબટ છે. આ ચાંદની સપાટી પર ચાલશે. તેના પૈડા પર અશોક સ્તંભની છાપ છે. જેમ-જેમ તે ચાંદની સપાટી પર ચાલશે તેમ-તેમ અશોક સ્તંભની છાપ પડશે. રોવરનું મિશન લાઇફ 1 લૂનર ડે છે. ચાંદ પર પૃથ્વીના 14 દિવસ બરાબર એક દિવસ થાય છે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે.