Chandrayaan 3 Mission Success : ISROનું મિશન ચંદ્રયાન સફળ રહ્યું છે, સમગ્ર દેશમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત તમામ હસ્તીઓ અને નેતાઓએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે, ત્યાં કેટલાક નેતાઓ એવા છે, જેમના નિવેદનોની ખૂબ ચર્ચા થઈ રહી છે. જ્યારે રાજસ્થાન સરકારના મંત્રીએ ‘ચંદ્રયાનના મુસાફરો’ ને અભિનંદન પાઠવ્યા હતા, ત્યારે ઓપી રાજભરે વૈજ્ઞાનિકોના પૃથ્વી પર આગમન બાદ તેમનું સ્વાગત કરવાની વાત કરી હતી, જેને સોશિયલ મીડિયામાં કુબ વાયરલ કરવામાં આવી રહ્યું છે.
મમતા બેનર્જીએ ‘રાકેશ રોશન’ને યાદ કર્યા
ઈસરોની સફળતા બાદ ઘણા નેતાઓના આવા નિવેદનો સામે આવ્યા છે, જેને સાંભળ્યા પછી તમે ચોક્કસ માથું પકડી લેશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય રાકેશ શર્માનો ઉલ્લેખ કરી રહ્યા હતા, પરંતુ રાકેશ શર્માને બદલે તેઓ રાકેશ રોશન બોલ્યા. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
ઓપી રાજભરે કહ્યું – ધરતી પર આવ્યા બાદ વૈજ્ઞાનિકોનું સ્વાગત કરવું જોઈએ
સુભાસ્પાના પ્રમુખ ઓપી રાજભરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ પૃથ્વી પર પાછા ફર્યા બાદ વૈજ્ઞાનિકોનું સ્વાગત કરવાની વાત કરી રહ્યા છે. ઓપી રાજભરે કહ્યું કે, અમે ચંદ્રયાન 3 ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવીએ છીએ. આવતીકાલે તેમનો પૃથ્વી પર સુરક્ષિત રીતે આવવાનો સમય છે, તેના આગમન પછી આખા દેશે તેમનું સ્વાગત કરવું જોઈએ. હવે આ નિવેદન માટે ઓપી રાજભરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનના મંત્રીનો વીડિયો વાયરલ
રાજસ્થાન સરકારના મંત્રી અશોક ચાંદ તો, ઓપી રાજભર અને મમતા બેનર્જી કરતા આગળ નીકળી ગયા. અશોક ચંદનાએ કહ્યું, “આપણે સફળ રહ્યા અને સુરક્ષિત ઉતરાણ કર્યું, જે મુસાફરો ગયા છે તેઓને હું સલામ કરું છું.” હવે રાજસ્થાન સરકારના મંત્રી અશોક ચંદનાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ મિશનમાં કોઈ વૈજ્ઞાનિક ચંદ્ર પર ગયો ન હતો, તેની તેમને જાણ નહોતી.
બિહારના સીએમ નીતિશ કુમાર ચોંકી ગયા
બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ચંદ્રયાન સંબંધિત પ્રશ્ન સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે મીડિયાકર્મીઓએ તેમને ચંદ્રયાનના ઉતરાણ પર પ્રશ્નો પૂછ્યા તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેની બાજુમાં ઉભેલા વ્યક્તિએ ચંદ્રયાન વિશે જાણકારી આપી, તો તેમણે આનો જવાબ આપ્યો. આ નેતાઓના નિવેદનોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.





