ચંદ્રયાન-3 મૂન મિશન 14 જુલાઈએ લોન્ચ થશે, જાણો તેના વિશેની સંપૂર્ણ વિગત

Chandrayaan 3 : અત્યાર સુધી માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે

Written by Ashish Goyal
Updated : July 20, 2023 12:38 IST
ચંદ્રયાન-3 મૂન મિશન 14 જુલાઈએ લોન્ચ થશે, જાણો તેના વિશેની સંપૂર્ણ વિગત
મિશન ચંદ્રયાન-3 14 જુલાઇએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે (તસવીર - ઇસરો ટ્વિટર)

Chandrayaan 3 Launch : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) માહિતી આપી છે કે તેમનું મિશન ચંદ્રયાન-3 14 જુલાઇએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ઈસરોનું નવું હેવીલિફ્ટ લોન્ચ વ્હીકલ એલવીએમ-3 ચંદ્ર મિશનને અંજામ આપશે.

ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નું બીજું રૂપ છે. જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર એક લેન્ડર અને એક રોવર પહોંચાડીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ક્ષમતા પ્રદર્શિત કરવાનું છે. ચંદ્રયાન-2 મિશન 6 સપ્ટેમ્બર 2019ના રોજ સમાપ્ત થઇ ગયું હતું. અત્યાર સુધી માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે.

સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ થશે

એલવીએમ-3 કે લોન્ચ વ્હીકલ માર્ક-3 ઇસરો દ્વારા વિકસિત એક ત્રણ તબક્કાનું મધ્યમ-લિફ્ટ પ્રક્ષેપણ યાન છે અને તે અગાઉ જીએસએલવી માર્ક III તરીકે ઓળખાતું હતું. અંતરિક્ષ એજન્સીનું આ સૌથી શક્તિશાળી રોકેટ છે અને તેનો ઉપયોગ ચંદ્રયાન-3 મિશનને લોન્ચ કરવા માટે કરવામાં આવશે. આ વાહન 43.5 મીટર લાંબું છે અને તેનો વ્યાસ 4 મીટર છે. તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 8000 કિલોગ્રામ સુધીના પેલોડનું વહન કરી શકે છે. તેનાથી પણ આગળ વધીને તે લગભગ 4,000 કિલોગ્રામ પેલોડને જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જવા માટે સક્ષમ છે.

તેનો ક્રાયોજેનિક અપર સ્ટેજ સીઇ-20 દ્વારા સંચાલિત છે, જે ઇસરોના જણાવ્યા અનુસાર ભારતનું સૌથી મોટું ક્રાયોજેનિક્સ એન્જિન છે. તે ટેકઓફ માટે જરૂરી થ્રસ્ટ પ્રદાન કરવા માટે બે એસ 200 રોકેટ બૂસ્ટરનો પણ ઉપયોગ કરે છે. મુખ્ય ચરણ બે એલ110 લિક્વિડ સ્ટેજ વિકાસ રોકેટ દ્વારા સંચાલિત છે.

આ પણ વાંચો – ચંદ્રયાન-3 અંગે ઇસરોએ કહી મહત્વપૂર્ણ વાત, ચંદ્રયાન-2 કરતા કેટલું આધુનિક છે? જાણો વિગતવાર

લાઇવ ક્યારે અને કેવી રીતે જોવું?

એલવીએમ3-એમ4 અને ચંદ્રયાન-3નું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. જે લોકો સતીશ ધવન સ્પેસ સેન્ટરની લોન્ચ વ્યૂ ગેલેરીથી લોન્ચિંગને લાઇવ જોવા માંગે છે, તેઓ ivg.shar.gov.in/ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

ચંદ્રયાન 3 લોન્ચ લાઈવ, પળે પળની માહિતી જાણવા અહીં ક્લિક કરો

ચંદ્રયાન મિશનની સફળતા માટે નવા ઉપકરણો બનાવવામાં આવ્યા છે. આ મિશનમાં અલ્ગોરિધમનો વધુ સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 મિશનના લેન્ડિંગ સાઇટને ‘ડાર્ક સાઇડ ઓફ મૂન’ કહેવામાં આવે છે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી.

14 જુલાઇએ લોન્ચ થયા પછી બધા તબક્કાને પુરો કરવામાં 40-45 દિવસ લાગશે. ચંદ્રયાન-3 આ વખતે ઓર્બિટર મોકલી રહ્યું નથી. આ વખતે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવી રહ્યું છે. આ લેન્ડર અને રોવરને ચંદ્રમાની કક્ષા સુધી લઇ જશે. આ પછી ચંદ્રની ચારેય તરફ 100 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં ચક્કર લગાવતું રહેશે. આનું વજન 2145.01 કિલોગ્રામ રહેશે. જેમાં 1696.39 કિલોગ્રામ ઇંધણ હશે. એટલે કે મોડ્યુલનું અસલી વજન 448.62 કિલોગ્રામ છે.

લેન્ડિંગમાં સમસ્યા સર્જાય તો ચંદ્રયાન-3 લેન્ડિંગની જગ્યા બદલી શકશે

ઇસરોનું આ વખતનું ચંદ્રયાન વધારે આધુનિક છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે 4 KM X 2.5 KMનો ત્રિજ્યા રાખ્યો છે. ઈસરોના વડાએ કહ્યું, ‘અમે ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીકના એક ચોક્કસ પોઇન્ટને ટાર્ગેટ કરીશું. જો કોઈ કારણસર લેન્ડિંગમાં સમસ્યા સર્જાશે તો ચંદ્રયાનને તેની નજીક ગમે ત્યાં લેન્ડ કરી શકાય છે. અમે વૈકલ્પિક સ્થાન પર અવરજવર કરવા માટે વધારે બળતણ અને ક્ષમતા પ્રદાન કરી છે. આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર જરૂર લેન્ડ થશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ