Moon Mission | ચંદ્રયાન-3નું લાઇવ લોકેશન શું છે? ઈસરોએ જણાવ્યું કે કેવી સ્થિતિમાં છે ભારતનું મૂન મિશન

Chandrayaan 3 mission Launch : ઇસરોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ચંદ્રયાન 3ની સ્થિતિ સામાન્ય છે. 5-6 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ કરવાના તબક્કામાં હશે

Written by Ashish Goyal
Updated : July 20, 2023 12:54 IST
Moon Mission | ચંદ્રયાન-3નું લાઇવ લોકેશન શું છે? ઈસરોએ જણાવ્યું કે કેવી સ્થિતિમાં છે ભારતનું મૂન મિશન
ચંદ્રયાન 3 ભારતનું ત્રીજું મૂન મિશન છે, જે 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું છે (ફોટો : @isro)

Chandrayaan 3 Launch : ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદથી જ બધા જ એ જાણવા આતુર છે કે ચંદ્રયાન 3નું લોકેશન શું છે. હવે ઈસરોએ તેનું લોકેશન શેર કર્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 હવે 41762 કિમી x 173 કિમીની કક્ષામાં છે. ઇસરોના વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.

ચંદ્રયાન-3ની પ્રથમ ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પુરી કરી લીધી છે. એટલે કે તેની પ્રથમ કક્ષા બદલી દીધી છે. ઇસરોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ચંદ્રયાન 3ની સ્થિતિ સામાન્ય છે. 5-6 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ કરવાના તબક્કામાં હશે. ત્યારબાદ ચંદ્રયાન 3 ની પ્રોપલ્શન સિસ્ટમ ચાલુ કરવામાં આવશે. તેને આગળ ધકેલવામાં આવશે. એટલે કે ચંદ્રમાની 100 કિલોમીટરની ઉપલી કક્ષામાં મોકલવામાં આવશે. 17 ઓગસ્ટે પ્રોપલ્શન સિસ્ટમ ચંદ્રયાન 3ના લેન્ડર-રોવરથી અલગ થઇ જશે.

પ્રોપલ્શન મોડ્યૂલના અલગ થયા બાદ લેન્ડરને ચંદ્રની 100×30 કિમીની કક્ષામાં લાવવામાં આવશે. આ માટે ડિબુસ્ટિંગ કરવું પડશે. એટલે કે તેની સ્પીડ ઓછી કરવી પડશે. આ કામ 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આ સ્થળે ઈસરોના વૈજ્ઞાનિકોના શ્વાસ થંભી જશે. કારણ કે તે કરવું સૌથી મુશ્કેલ કામ હશે. અહીંથી લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે.

આ પણ વાંચો – ચંદ્રયાન 3 ને ગત વખત કરતા 30 ટકા ઓછા ખર્ચમાં મોકલ્યું, જાણો પોતાની સાથે શું-શું લઇ જઇ રહ્યું છે

આ વખતે વિક્રમ લેન્ડરની તાકાતમાં વધારો કરવામાં આવ્યો છે. નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. નવી સોલર પેનલ લગાવવામાં આવી છે. ગત વખતે ચંદ્રયાન 2ના લેન્ડિંગ સાઇટનો વિસ્તાર 500 મીટર x 500 મીટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઇસરો વિક્રમ લેન્ડરને વચ્ચે ઉતારવા માંગતી હતી. જેના કારણે કેટલીક મર્યાદાઓ હતી. આ વખતે લેન્ડિંગનું ક્ષેત્રફળ 4 x 2.5 કિલોમીટર રાખવામાં આવ્યું છે. એટલે કે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર આટલા મોટા વિસ્તારમાં લેન્ડ કરી શકે છે.

ચંદ્રયાન 3 ભારતનું ત્રીજું મૂન મિશન છે, જે 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે ઓસ્ટ્રેલિયામાં ચર્ચામાં છે. આ મિશનને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા હેવી જીએસએલવી માર્ક 3 (એલવીએમ 3) રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. 20 મિનિટ બાદ ઈસરોએ જાહેરાત કરી કે તે પોતાની ચોક્કસ કક્ષામાં છે અને તેણે ચંદ્ર તરફની પોતાની યાત્રા શરૂ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર સુંદરતાથી લોકોનું દિલ જીતી રહી છે. આ ફોટો ડાયલન ઓડોનેલે ક્લિક કર્યો છે. ડાયલન, બાયરન બે ઓબ્ઝર્વેટરી ઓસ્ટ્રેલિયા માટે ફોટોગ્રાફી કરે છે.

ડાયલને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે મેં હમણાં જોયું કે ભારતની અંતરિક્ષ એજન્સીને યુટ્યુબ પર તેના મૂન રોકેટને લોન્ચ કર્યું અને 30 મિનિટની અંદર તેણે મારા ઘરની ઉપરથી ઉડાન ભરી! અભિનંદન ઇશરો! આશા છે કે તમે લેન્ડિંગમાં સફળ થશો. ડાયલને આ સાથે તેનો એક સુંદર ફોટો પણ ટ્વિટ કર્યો છે. ડાયલન શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન-સંબંધિત વીડિયો પણ બનાવે છે. ચંદ્રયાન 23 ઓગસ્ટ લેન્ડિંગ કરે તેવી સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ