Chandrayaan-3 Update : ISRO એ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. લોન્ચિંગના લગભગ 40 દિવસ પછી, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરવા માટે તૈયાર છે. હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી ‘દીવો બળે એટલે જ છે’. આ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે. અગાઉ, ભારત ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2ને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં સફળ રહ્યું હતું. ISROની સાથે સાથે દેશભરમાં લોકો ચંદ્રયાન 3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઈસરોના વડા એસ. સોમનાથ અને ચંદ્રયાન મિશન સાથે સંકળાયેલા મુખ્ય વૈજ્ઞાનિકે ચંદ્રયાન-3 મોડલ સાથે તિરુપતિ વેંકટચલપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આવો જાણીએ આ મિશન સાથે જોડાયેલા કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકો.
એસ. સોમનાથ
ઈસરોના વડા એસ. સોમનાથ ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંના એક છે. ચાર્જ સંભાળ્યા બાદ ઈસરોએ ઘણા મોટા મિશન પૂર્ણ કર્યા છે. ચંદ્રયાન-3 પછી આદિત્ય-એલ1 અને ગગનયાન જેવા મહત્વપૂર્ણ મિશનને વેગ મળ્યો છે. જાન્યુઆરી 2022 માં કે. સિવાન પછી સોમનાથને ઈસરોના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. અગાઉ તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર હતા. તેઓ તિરુવનંતપુરમમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. સોમનાથને લોન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જિનિયરિંગમાં નિપુણતા છે.
પી વીરમુથુવેલ
પી વીરમુથુવેલે 2019માં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વીરમુથુવેલ ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. તેઓ હાલના ISRO હેડક્વાર્ટરમાં સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વીરમુથુવેલે વર્ષ 2019માં લોન્ચ કરેલા ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રોકેટ વુમન ઋતુ કરીધાલ
રોકેટ વુમન તરીકે જાણીતી ઋતુ કરીધાલ મૂળ લખનૌની છે. ઋતુ કરીધાલ ને ચંદ્રયાન-3 મિશનના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ પહેલા ઋતુ કરીધાલ ચંદ્રયાન-2 મિશનની ડાયરેક્ટર પણ રહી ચૂકી છે. તો, ઋતુ કરીધાલ મંગળયાન મિશનમાં ડેપ્યુટી ડાયરેક્ટર રહી ચૂકી છે અને તેમણે આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
એસ ઉન્નીકૃષ્ણન નાયર
એસ ઉન્નીકૃષ્ણન નાયર VSSC ના વડા અને LVM-3 રોકેટના નિર્માતા છે. તે અને તેમની ટીમ મિશનના વિવિધ નિર્ણાયક પાસાઓ માટે જવાબદાર છે. LVM-3 રોકેટ બાહુબલી રોકેટ તરીકે જાણીતું છે. આ ઈસરોનું સૌથી શક્તિશાળી રોકેટ છે.
એમ શંકરન
એમ શંકરન યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે, UR રાવ ભારતના તમામ ઉપગ્રહો RA અને ISRO માટે બનાવે છે. હાલમાં શંકરન દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપગ્રહો બનાવતી ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે. એમ શંકરને ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો – Chandrayaan 3 Journey | ચંદ્રયાન 3 લોન્ચ થી લેન્ડીંગ સુધીની સફર? ‘મામાનું ઘર હવે દીવો બળે એટલે’ – જાણો બધુ જ
એ રાજરાજન
રાજરાજન એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને હાલમાં ભારતના પ્રીમિયર સ્પેસપોર્ટ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR ના ડિરેક્ટર છે. રાજરાજનને કમ્પોઝિટના ક્ષેત્રમાં નિષ્ણાત માનવામાં આવે છે.