ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 ચંદ્રની આર્બિટમાં દાખલ થઈ ગયું છે. શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો. તેણે આ પડાવ પાર કર્યા બાદ ચંદ્રયાને ચંદ્રની સૌથી ખુબસૂરત તસવીર મોકલી છે. ઇશરોએ ટ્વીટ કરીને ચંદ્રની એક શાનદાર ફોટો લોકો માટે શેર કરી છે.
ચંદ્રની પહેલી તસવીર કેવી છે?
ઇસરોએ ટ્વીટ કરીને લખ્યું છે કે જે સમય ચંદ્રની ઓર્બિટમાં દાખલ થવા જઇ રહ્યો હતો. ચંદ્રયાન 3ને ચંદ્ર કંઈક આવો દેખાયો. જે તસવીર શેર કરવામાં આવી છે. જેમાં ચંદ્ર ખુબ જ ભવ્ય દેખાય છે. સફેદ રંગનો આ વિશાળ ગ્રહને એકદમ નજીકથી લોકોને દેખાડવામાં આવ્યો છે.
23 ઓગસ્ટ ચંદ્રયાદન 3ની અગ્ની પરીક્ષા
હવે ભારતના ચંદ્રયાન માટે 23 ઓગસ્ટ સૌથી મહત્વની તારીખ છે. આ દિવસે તેને ચંદ્રની સાઉથ પોલ પર સોફ્ટ લેડિંગ કરવાની છે. ગત વખત ભારતનું ચંદ્રયાન 2 આ જ સ્ટેજ પર ફેલ થયું હતું. પરંતુ હવે ચંદ્રયાદન 3 સંપૂર્ણ પણે ચંદ્ર તરફ વધી રહ્યું છે. પાછલી ભૂલોથી સીખી લીધું છે.
કે આ વખતે લેન્ડરને વધારે જગ્યા મળશે અને તે સરળતાથી સોફ્ટ લેન્ડિંગ કરી શકશે. આ વખતે ઇંધણની ક્ષમતા પણ વધારવામાં આવી છે. જો લેન્ડરને લેન્ડિંગ સ્પોટ શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તો વૈકલ્પિક લેન્ડિંગ સાઇટ સુધી સરળતાથી જઇ શકે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચંદ્રયાન 3 આશરે 615 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2020ના રિપોર્ટમાં ઇસરોના અધ્યક્ષના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે મિશન માટે લેન્ડર રોવર અને પ્રોપલ્શન મોડ્યૂલનો ખર્ચ લગભગ 250 કરોડ રૂપિયા થશે. જ્યારો લોન્ચનો ખર્ચ 365 કરોડ રૂપિયા હશે.