Chandrayaan 3 : ચંદ્રમા ના દક્ષિણ ધ્રુવ પર કેટલી ગરમ છે માટી? મિશન ચંદ્રયાન 3 એ કરી શોધ

Chandrayaan 3 Mission Update : ઇસરોએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની માટીનું તાપમાન પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે પ્રથમ વખત કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે

Written by Ashish Goyal
August 27, 2023 18:52 IST
Chandrayaan 3 : ચંદ્રમા ના દક્ષિણ ધ્રુવ પર કેટલી ગરમ છે માટી? મિશન ચંદ્રયાન 3 એ કરી શોધ
ચંદ્રયાન 3 મિશનના રોવરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રહેલી માટીની તપાસ શરૂ કરી દીધી છે (તસવીર - ઇસરો)

Chandrayaan 3 Mission Update : ચંદ્રયાન 3 મિશનના રોવરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રહેલી માટીની તપાસ શરૂ કરી દીધી છે. ઈસરોએ રવિવારે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. ઇસરોએ કહ્યું કે અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ વખત ચંદ્રયાન -3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટીની તપાસ કરી. સપાટીથી 10 સે.મી. સુધી તેના તાપમાનમાં તફાવત હતો.

ઇસરોએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની માટીનું તાપમાન પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે પ્રથમ વખત કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઇસરોએ માટીના તાપમાનનો એક ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય રહ્યું છે.

સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે ચાસ્ટઈ પેલોડ ચંદ્રની સપાટીના થર્મલ વ્યવહારને સમજવા માટે દક્ષિણ ધ્રુવની ચારેય તરફ ચંદ્રની ઉપરની માટીના તાપમાન પ્રોફાઇલને માપે છે. તેમાં તાપમાન તપાસવાનું યંત્ર છે, જે સપાટીથી 10 સે.મી. ઊંડાણ સુધી પહોંચવામાં સક્ષમ છે. ઇસરોએ કહ્યું કે તેમાં 10 જુદા જુદા તાપમાન સેન્સર લાગેલા છે. આ ગ્રાફમાં ચંદ્રના તાપમાનનો તફાવત દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની પ્રથમ પ્રોફાઇલ છે. આગળનું સંશોધન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો – ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા પછી ISRO ચીફ એસ સોમનાથે કહ્યું – હું મંદિર જાઉં છું અને ઘણા ધર્મગ્રંથ વાંચુ છું

આ પહેલા શનિવારે ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન 3 મિશનના ત્રણમાંથી બે ઉદ્દેશ્યો સિદ્ધ થઈ ગયા છે, જ્યારે ત્રીજા ઉદ્દેશ્ય હેઠળ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. ચંદ્રયાન 3 મિશનના તમામ પેલોડ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શનિવારે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી ‘શિવશક્તિ પોઇન્ટ’ પર લેન્ડર વિક્રમના ટચડાઉન સાઇટની આસપાસ ફરતો બતાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈસરોએ કહ્યું કે પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર રહસ્યોની શોધમાં શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યો છે.

ઇસરોએ શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 રોવર ‘પ્રજ્ઞાન’એ ચંદ્રની સપાટી પર લગભગ આઠ મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે અને તેના ઉપકરણો કાર્યરત થઈ ગયા છે. સ્પેસ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તમામ આયોજિત રોવર પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી છે. રોવરે લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે. રોવરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એલઆઇબીએસ અને એપીએક્સએસ કાર્યરત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ