Chandrayaan 3, pragyan rover, ISRO : ભારતીય અવકાશ અનુસંધાન, ઈસરોએ જાહેરાત કરી કે ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર પોતાનું કામ પુરુ કરી લીધું છે. હવે તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. અંતરિક્ષ એજન્સીના પ્રમુખ એસ સોમનાથના ઘોષણાના થોડા કલાકો બાદ સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચંદ્ર મિશનના રોવર અને લેન્ડર પ્રજ્ઞાન અને વિક્રમ ક્રમશઃ સારી રીતે કામ કરી રહ્યા છે. અને ચંદ્ર પર રાતનો સામનો કરવા માટે ટૂંક સમયમાં જ સુઈ જશે. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ સ્લીપ મોડ બાદ જાગ્યું નહીં તો આગળ શું થશે. તો ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ..
ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે રોવરે પોતાનું કામ પુરું કરી લીધું છે હવે તે સુરક્ષિત રુપથી પાર્ક કરી દીધું છે. સ્લીપ મોડમાં સેટ કરવામાં આવ્યું છે. એપીએક્સએસ અને એલઆઈબીએસ પેલોડ બંધ કરી દીધા છે. આ પેલોડના ડેટા લેન્ડરના માધ્યમથી પૃથ્વી પર મોકલવામાં આવે છે.
chandrayaan 3નું રોવર પ્રજ્ઞાન જાગ્યું નહીં તો શું થશે?
ચંદ્રયાન 3ના રોવર પ્રજ્ઞાનના ન જાગવાની સ્થિતિમાં શું થશે. આનો એક પરિદ્રશ્ય સમજાવતા એક પોસ્ટમાં આગળ કહ્યું હતું કે વર્તમાનમાં બેટરી સંપૂર્ણ પણે ચાર્જ છે. ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર આગામી સૂર્યોદય 22 સપ્ટેમ્બર 2023ના રોજ થશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેની સોલર પેનલ એ સમયે સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરવા માટે તૈયાર હશે. અસાઇેન્ટ દરમિયાન બીજી તરફ રોવર અને લેન્ડર જાગવાની આશા છે. અન્યથા આ હંમેશા માટે ભારતના ચંદ્ર રાજદૂતના રૂપમાં ત્યાં જ રહેશે.
કેમ સ્લીપ મોડમાં રાખવામાં આવ્યું?
લેન્ડર અને રોવર ચંદ્ર પર 14 દિવસ માટે કાર્ય કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. એ પૂછવામાં આવ્યું કે કેમ ઝડપી સ્લીપ મોડમાં મોકલવામાં આવ્યું? ચંદ્રયાન 3 પરિયોજના નિદેશક પી વીરમુથુવેલે કહ્યું કે અમે પહેલા બે અને છેલ્લા બે દિવસ ગણી ન શકીએ.ચંદ્ર દિવસ 22 ઓગસ્ટે શરુ થયું અને આપણું લેન્ડિંગ લગભગ બીજા દિવસના અંતમાં થયું. ત્યાંથી વિક્રમ અને પ્રજ્ઞાન બંનેએ અમારી આશા કરતા વધીને અસાધારાણ પ્રદર્શન કર્યું છે. મિશનના બધા ઉદેશ્ય પુરા થઈ ગયા. એટલા માટે અમે તેને સ્લીપ મોડમાં મુક્યું છે.
પ્રજ્ઞાન રોવરે 100 મીટરથી વધારેની યાત્રા પુરી કરી
માનવામાં આવી રહ્યું છે કે ચંદ્ર પર પોતાના નાના જીવનમાં પ્રજ્ઞાને બે સપ્ટેમ્બર સુધી 100 મીટરથી વધારે યાત્રા પુરી કરી લીધી હતી. જે તેની લેન્ડિંગનો 10મો દિવસ હતો. 23 ઓગસ્ટે વિક્રમની સોફ્ટ લેન્ડિંગના અનેક કલાકો બાદ 24 ઓગસ્ટે સવારે થઈ હતી.
ચંદ્રયાન 3ની પરિયોજના નિદેશક વીરમુથુવેલે કહ્યું કે જો આપણે વિશેષ રૂપથી રોવરને જોઈએ તો તે માત્ર 10 દિવસમાં 100 મીટર કરતા વધારે અંતર કાપવામાં સફળ રહ્યું છે. જ્યારે અનેક અન્ય મિશન જે લાંબા સમય સુધી ચાલે છે તે છ મહિના સુધી માત્ર 100-120 મીટર જ અંતર કાપ્યું છે.