Chandrayaan 3 latest Update live location : ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 આજે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક હિસ્સો પ્રોપલ્શન મોડ્યૂલ રહેશે તો બીજો ભાગ લેન્ડર મોડ્યુલ છે. વિક્રમ લેન્ડર ચંદ્રયાન પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. હવે લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રની ધરતી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રાયન 3 મિશને પોતાની સેમી ફાઇનલ પરીક્ષા પાસ કરી લીધી છે અને ફાઇનલની રાહ જોવાઈ રહી છે.
ચંદ્રયાનનો મહત્વનો દિવસ
ઈસરોએ જાણકારી આપી છે કે આજે ચંદ્રયાન આજે પોતાનું અંતિમ ચરણ પુરુ કરવા જઇ રહ્યું છે. બપોરે 1.8 વાગ્યે ભારતનું મૂન મિશન બે ભાગમાં વહેંચાઈ જશે. ત્યારબાદ 18 અને 20 ઓગસ્ટે લેન્ડરની ડીઆર્બિટિંગ કરવામાં આવશે. આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અહીં એ સમજવાની જરૂર છે કે ચંદ્રયાન 3 અત્યાર સુધી ચંદ્રની 100 કિલોમીટરની કક્ષામાં પ્રવેશ કર્યો નથી. આવી સ્થિતિમાં તે ત્યાં ન પહોંચી જાય ત્યાં સુધી ચંદ્રયાનનું આ મિશન મોટો પડકાર રહેનારો છે.
આગળ શું થવાનું છે?
સામાન્ય રીતે કાલે એટલે કે 18 ઓગસ્ટે બપોરે ચાર વાગ્યે માત્ર એક મિનિટ માટે લેન્ડરના થ્રસ્ટર્સને ઓન કરવામાં આવશે. એનું કારણ એ છે કે લેન્ડર યોગ્ય દિશમાં આગળ વધતા રહે અને સૌથી જરૂરી છે કે ગતિને ઓછું કરી શકા. અત્યાર સુધી ચંદ્રયાનના કુલ પાંચ ચરણ પુરા થઈ ચૂક્યા છે. આનો અંતિમ અને છેલ્લો પડાવ 23 ઓગસ્ટે થવા જઇ રહ્યો છે જ્યારે લેન્ડરની ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કાર્યવાહી કરાશે. એ તબક્કો જ ઇતિહાસ રચનારો માનવામાં આવે છે. કારણ કે અત્યાર સુધી દેશનું મૂન મિશન ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ગયું નથી. અહીં એ સમજવું જરુરી છે કે રોવર તરત લેન્ડરથી અલગ નહીં થનારું.
ગત ભૂલોથી સીખ
ઉલ્લેખનીય છે કે લેન્ડિંગના સમયે ખૂબ જ ધૂળ ઉડશે અને ત્યાર બધુ સાફ નહીં હોય. તે બહાર નીકળશે. આ વખતે જૂની ભૂલોમાંખી ગણુ બધુ સીખી લીધું છે. આ વખતે લેન્ડિંગ સાઇટ માટે 500×500 મીટરની નાની જગ્યાના બદલે 4.3 કિલોમીટર x 2.5 કિલોમીટરની મોટી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી છે. આનો એ મતલબ થયો કે આ વખતે લેન્ડરને વધારે જગ્યા મળશે. તે સરળતાથી સોફ્ટ લેન્ડિંગ કરી શકશે.
23 ઓગસ્ટે થશે લેન્ડ
23 ઓગસ્ટે ચંદ્રયાન 3 લેન્ડર રોવરની ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે. ચંદ્રયાન 3 લોન્ચ થયા બાદ ઓર્બિટને 5,6, 9 અને 14 ઓગસ્ટે ચાર વખત ઘટાડવામાં આવ્યું છે. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડ કરતા જ ભારત લેન્ડર ઉતારનાર ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને જ ચંદ્રની સપાટી પર પોતાનું લેન્ડર ઉતાર્યું છે. એટલું જ નહીં ભારત પહેલો દેશ બની ગયો જે દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરશે. ભારતે વર્ષ 2019માં ચંદ્રયાન 2 મિશન અંતર્ગત લેન્ડર ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લી ક્ષણોમાં તેનો સંપર્ક ટૂટી ગયો હતો અને તેની ક્રેશ લેન્ડિંગ થઈ હતી.
શું છે ચંદ્રયાન 3 મિશન?
ચંદ્રયાન 3 મિશન 14 જુલાઈએ શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન 3 મિશન અંતર્ગત ઈસરો 23 ઓગસ્ટ સાંજે 5.45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે. ચંદ્રયાન 3 પોતાની સાથે એક લેન્ડર અને એક રોવર લઈને ગયો છે. લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે. સફળ લેન્ડિંગ થયા બાદ રોવર ચાંદની સપાટી પર રસાયણોની શોધ કરશે. વૈજ્ઞાનિક ચંદ્ર પર હાજર રસાયણોનું અધ્યયન કરશે અને પૃથ્વી અને ચંદ્રના સંબંધોને સમજવાની કોશિશ કરશે.





