શું ચંદ્ર પર પણ ધરતીકંપ થાય છે? અન્ય ગ્રહો પરના કંપનને ધરતીકંપ નહીં તો શું કહે છે? નાસાએ આપ્યો જવાબ

Chandrayaan 3 update : ચંદ્રયાન 3 મિશન પર અપડેટ સમાચારમાં ઈસરો (ISRO) એ જણાવ્યું છે કે, પ્રક્ષાન રોવરને ચંદ્ર પર ભૂકંપ (Moon Earthquakes) નો અનુભવ થયો. નાસા (NASA) એ પુષ્ટી કરી જણાવ્યું કે ચંદ્ર સહિત ગ્રહો (Planets) પર ભૂકંપનો અનુભવ થાય છે.

Written by Kiran Mehta
September 01, 2023 16:42 IST
શું ચંદ્ર પર પણ ધરતીકંપ થાય છે? અન્ય ગ્રહો પરના કંપનને ધરતીકંપ નહીં તો શું કહે છે? નાસાએ આપ્યો જવાબ
ચંદ્રયાન 3 મિશન - પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ભૂકંપનો અનુભવ કર્યો

Chandrayaan 3 update : ચંદ્રયાન-3 એ ચંદ્ર પર વધુ એક મોટી શોધ કરી છે. ચંદ્રની સપાટી પર ફરતા પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર કંપન અનુભવાયા છે. ચંદ્રયાન-3 એ ઈસરોને સંદેશો મોકલ્યો હતો કે, પ્રજ્ઞાન રોવરએ ચંદ્રની સપાટી પર ભૂકંપની જાણ કરી છે. ઈસરોને મળેલી આ માહિતી બાદ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીની જેમ ચંદ્ર પર પણ ધરતીકંપની ગતિવિધિઓ થાય છે. જો કે ઇસરો હજુ પણ ચંદ્રયાન પાસેથી મળેલી આ માહિતીની તપાસ કરી રહ્યું છે. પ્રજ્ઞાન રોવર પરના પેલોડ્સે ચંદ્રની સપાટી પર કંપન નોંધ્યું છે, જે ભૂકંપ હોવાનું માનવામાં આવે છે. આ માહિતી બાદ ફરી સવાલ એ ઊભો થયો છે કે, શું ધરતી ઉપરાંત અન્ય ગ્રહો પર પણ ભૂકંપ આવે છે? નાસાએ આ પ્રશ્ન પર લાંબું સંશોધન કર્યું છે.

તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ બાદથી ઘણી મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યું છે. અત્યાર સુધી ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર ઓક્સિજન અને સલ્ફર શોધી કાઢ્યું છે. ઉપરાંત, વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા પેલોડ્સે ચંદ્રની ઉપર અને નીચેની સપાટી વચ્ચે તાપમાનના મોટા તફાવતની પણ પુષ્ટિ કરી છે.

શું અન્ય ગ્રહો પર પણ ધરતીકંપ આવે છે?

ચંદ્ર પરના કંપન પુષ્ટિ કરે છે કે ચંદ્ર પર પણ ધરતીકંપ આવે છે. નાસાના જણાવ્યા અનુસાર પૃથ્વી સિવાય અનેક ગ્રહો પર ભૂકંપ આવતા રહે છે. અહેવાલો અનુસાર મંગળ અને શુક્ર પર પણ ભૂકંપ આવવાની પુષ્ટિ થઈ છે.

નાસાના વૈજ્ઞાનિક ડૉ.જેકબ રિચર્ડસનના જણાવ્યા અનુસાર, મંગળ અને શુક્ર પર હજારો ભૂકંપ આવે છે. આ ધરતીકંપોને માપવા માટે નાસાએ અનેક સિસ્મોમીટર અવકાશમાં મોકલ્યા છે. ડૉ. જેકબ સમજાવે છે કે, વાસ્તવમાં આ ગ્રહોની સપાટી નીચે હજારો ધરતીકંપો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, તમામ ગ્રહો પર ધરતીકંપ આવતા રહેવાની સંભાવના છે કારણ કે, લગભગ તમામ ગ્રહોની સપાટી પર તિરાડો જોવા મળી છે જે ભૂકંપની ઘટનાની પુષ્ટિ કરે છે.

ચંદ્ર પર ભૂકંપ ને ચંદ્રકંપ કહેવાય છે

ડૉ. જેકબના મતે મંગળ, શુક્ર અને ચંદ્ર પર સતત ભૂકંપ આવતા રહે છે. જેમ પૃથ્વી પર આવતા ભૂકંપને ધરતીકંપ કહેવાય છે, તેવી જ રીતે ચંદ્ર પર આવતા ભૂકંપને ચંદ્રકંપ કહેવાય છે અને મંગળ પર આવતા ભૂકંપને માર્ક્સકવેક કહેવામાં આવે છે. તેવી જ રીતે શુક્ર પર જે ભૂકંપ આવે છે તેને શુક્ર ક્વેક કહે છે.

આ પણ વાંચોઅવકાશમાં સૂર્યોદય કેટલી વાર થાય છે? અવકાશયાત્રીઓ દિવસ-રાત વિશે કેવી રીતે ખબર પડે છે, જાણો બધુ

પ્રજ્ઞાન રોવરને શું અનુભવ થયો?

માહિતી આપતા ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરમાં સિસ્મિક એક્ટિવિટી અનુભવાઈ છે. ચંદ્ર પરના આ વાઇબ્રેશનને માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિક સિસ્ટમથી રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ પહેલા 26 ઓગસ્ટના રોજ પણ પ્રજ્ઞાન રોવરને આવા કંપન અનુભવાયા હતા.

ઈસરોની તપાસમાં એ વાતની પણ પુષ્ટિ થઈ છે કે, ચંદ્રની સપાટી પર ખૂબ જ ઓછા પ્લાઝ્મા છે. વૈજ્ઞાનિક ભાષામાં, તે એક આયનાઇઝ્ડ ગેસ છે, જેમાં ઇલેક્ટ્રોન અને પરમાણુઓ હોય છે. ચંદ્રની સપાટી પરના પ્લાઝમાને વિક્રમ લેન્ડર સાથે લઈ જવામાં આવેલા મૂન બાઉન્ડ અતિસંવેદનશીલ આયોનોસ્ફિયર અને વાતાવરણના પેલોડ રેડિયો એનાટોમી દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક મૂલ્યાંકનમાં પહોંચેલા નિષ્કર્ષે આની પુષ્ટિ કરે છે. આ સિવાય રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર સલ્ફર અને અન્ય તત્વોની હાજરી પણ શોધી કાઢી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ