Chandrayaan 3 Pragyaan Rover ISRO Update : ભારતનું ચંદ્રયાન 3 મૂન મિશન હાલ મધદરિયે ફસાઇ ગયુ હોય તેવી સ્થિતિમાં છે. ઈસરો ચંદ્રયાન 3ને શનિવારથી પ્રજ્ઞાન અને વિક્રમને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, સિગ્નલ સતત મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ જવાબ નથી મળી રહ્યો. એટલે કે વિક્રમ અને પ્રજ્ઞાન હજુ પણ નિષ્ક્રિય છે. સૌથી મોટી વાત એ છે કે, આ સમયે ચંદ્ર પર સંપૂર્ણ સૂર્યપ્રકાશ છે, આ ઊર્જાના આધારે વિક્રમ અને પ્રજ્ઞાન બંનેએ સ્લીપિંગ મોડમાંથી બહાર આવવું પડ્યું હતું, પરંતુ હજુ સુધી આવું થયું નથી.
ચંદ્રયાન 3ને ફરી સંક્રિય કરવામાં કઈ સમસ્યા પડી રહી છે? (Chandrayaan 3 ISRO Chief S Somanathn)
હવે ઇસરોના વડા એસ સોમનાથે આ સમગ્ર પ્રક્રિયા પર મોટું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે. જ્યારથી ચંદ્ર પર ફરીથી સૂર્યોદય થયો છે, ત્યારથી બંનેને સક્રિય કરવાના પ્રયાસો ચાલુ છે જેથી વધુ સંશોધન ચાલુ રાખી શકાય. ISROના વડા એ વાત પર પણ ભાર મૂક્યો છે કે વિક્રમ અને પ્રજ્ઞાન બંને પાસે એવી ટેક્નોલોજી છે કે જેનાથી તેઓને પૂરતી ઉર્જા મળે કે તરત જ તેઓ પોતાની મેળે જાગી જાય.
જો કે, આટલો વિશ્વાસ એટલા માટે દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે ભારતના મૂન મિશનને હજુ 12 દિવસ બાકી છે. જ્યાં સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યપ્રકાશ ચમકતો રહેશે ત્યાં સુધી પ્રજ્ઞાન અને વિક્રમ ફરી એકવાર સક્રિય થઈ જશે અને તેમની વધુ શોધખોળ ચાલુ રાખશે તેવી પૂરી શક્યતા છે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ભારત લેન્ડર અને રોવરને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોકલવામાં આવ્યા છે, તેથી તેમના ફરીથી સક્રિય થવાની સંભાવના છે.
આ પણ વાંચો | આદિત્ય એલ-1 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર આવ્યું, હજુ આટલી મુસાફરી કરવી પડશે, ઈસરોએ નવું અપડેટ જાહેર કર્યું
ચંદ્રયાન 3 સ્લીપિંગ મોડમાં કેમ ગયું? (Chandrayaan 3 Pragyaan Rover In Sleeping Mode)
અત્રે એ સમજવું જરૂરી છે કે 2 સપ્ટેમ્બરે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન હવે સ્લિપિંગ મોડમાં છે. ઈસરોએ કહ્યું હતું કે પ્રજ્ઞાન રોવર સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવામાં આવ્યું છે, તે હવે સ્લીપિંગ મોડમાં ગયું છે. આ ઉપરાંત, APXS પ્રવાહ પણ બંધ કરવામાં આવ્યો છે. હવે પ્રજ્ઞાનને ઊંઘ્યાને ઘણા દિવસો વીતી ગયા છે અને તેને જગાડવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે.