Chandrayaan 3 Update: ચંદ્રયાન-3 ક્યાં સુધી પહોંચ્યું? હવે તમે પણ જોઈ શકશો, ઈસરોએ દેશવાસીઓ માટે લોન્ચ કર્યું લાઈવ ટ્રેકર, જાણો બધુ

Chandrayaan 3 Update : ચંદ્રયાન 3 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે, ચંદ્રયાન 3 ક્યાં પહોંચ્યું? તે દેશવાસીઓ જોઈ શકે તે માટે ઈસરો (ISRO) એ લાઈવ ટ્રેકર (Live Tracker) લોન્ચ કર્યું. તો જોઈએ ચંદ્રયાન 3 ની તમામ વિગત.

Written by Kiran Mehta
August 03, 2023 16:40 IST
Chandrayaan 3 Update: ચંદ્રયાન-3 ક્યાં સુધી પહોંચ્યું? હવે તમે પણ જોઈ શકશો, ઈસરોએ દેશવાસીઓ માટે લોન્ચ કર્યું લાઈવ ટ્રેકર, જાણો બધુ
પ્રથમ તબક્કો રફ બ્રેકિંગનો હશે જે 690 સેકન્ડનો હશે. જેમાં ચંદ્રયાન 3 ની સ્પીડ ઘટાડીને 358 મીટર પ્રતિ સેકન્ડ કરાશે.

Chandrayaan 3 Update : ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ જઈ રહ્યું છે. 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2ને ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી ચૂક્યા છે. બેંગલુરુમાં સ્થિત ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક ચંદ્રયાન-3નું સતત નિરીક્ષણ કરી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3 સારી સ્થિતિમાં છે અને તે પૂર્વનિર્ધારિત કાર્ય કરી રહ્યું છે. ઈસરોએ માહિતી આપી છે કે, સામાન્ય લોકો હવે અવકાશમાં ચંદ્રયાન-3 લાઈવ ટ્રેક કરી શકશે. સામાન્ય નાગરિકો પણ હવે જોઈ શકશે કે, ચંદ્રયાન-3 અત્યારે ક્યાં છે અને ચંદ્ર સુધી પહોંચવામાં કેટલો વધુ સમય લાગશે.

ચંદ્રયાન-3ની સ્પીડ થોડી ઓછી થશે

ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ 38,520 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. હાલમાં તેની સ્પીડ 37,200 kmph છે. તે 5 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 6.59 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે. આ સ્થળ ચંદ્રની સપાટીથી લગભગ 40 હજાર કિમી દૂર હશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ અહીંથી શરૂ થાય છે. 5 ઓગસ્ટ સુધીમાં ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં જવા માટે તેની ઝડપ 3,600 કિમી પ્રતિ કલાક સુધી વધારવી પડશે. ત્યાં સુધી ચંદ્રયાન 3 તેની સ્પીડ ધીમે ધીમે ઓછી કરશે. 23 ઓગસ્ટે 5.45 કલાકે ચંદ્રયાન 3, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડીંગ કરશે.

નિષ્ફળતાની ઓછી તક

ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધીના ઈતિહાસ મુજબ જે પણ દેશો કે અંતરિક્ષ એજન્સીઓએ રોકેટ દ્વારા સીધા ચંદ્ર પર જવાનો પ્રયાસ કર્યો છે, તે મોટાભાગે નિરાશ થયા છે. અત્યાર સુધી આવા ત્રણ મિશનમાંથી એક મિશન નિષ્ફળ ગયું છે. બીજી તરફ ઈસરોએ જે માર્ગ અને ટેક્નોલોજી પસંદ કરી છે, તેમાં નિષ્ફળતાનો અવકાશ ઓછો છે. ઈસરો અત્યાર સુધીમાં બે વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ચૂક્યું છે.

લેન્ડર અને પ્રોપલ્શન મોડલ ક્યારે યાનમાથી અલગ થશે?

5 ઓગસ્ટથી 17 ઓગસ્ટની વચ્ચે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં ધીરે ધીરે આગળ વધશે અને ચંદ્રની સપાટીની નજીક પહોંચવાનો પ્રયાસ કરશે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 લગભગ 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં આવશે. તો, પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજા સાથે જોડવામાં આવશે. આ પછી, 18 થી 20 ઓગસ્ટ સુધી, લેન્ડર મોડલ તેની ગતિ ઘટાડશે અને ડી-ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરોને પાર કરી લેશે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.

ચંદ્રયાન-3 જો ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં નહીં અટકે તો તે પાછું આવશે

હાલમાં ચંદ્રયાન-3ની ઝડપ 38,520 કિમી પ્રતિ કલાક છે. ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવા માટે ચંદ્રયાન-3ને તેની ઝડપ 3,600 કિમી વધારવી પડશે. જો આમ નહીં થાય તો ચંદ્રયાન-3 લગભગ 10 દિવસની મુસાફરી કરીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું આવશે. ચંદ્રયાન-3ની ઝડપ ઘટાડવા માટે ચંદ્રયાનને વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવશે. આ પ્રક્રિયાને ડી-બૂસ્ટિંગ કહેવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ