નેપાળની સુપ્રીમ કોર્ટે 19 વર્ષથી જેલમાં બંધ બિકિની કિલર અને સીરિયલ કિલર તરીકે કુખ્યાત ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યો, ભારતીય પિતા અને વિયેતનામી માતાના સંતાન ચાર્લ્સ શોભરાજ એક ફ્રેન્ચ નાગરિક છે અને તેની વિરુદ્ધ દુનિયાભરના ઘણા દેશોમાં હત્યા, છેતરપીંડિ સહિત ઘણા પ્રકારના ગુના દાખલ છે, જાણો ક્રાઇમની દુનિયાના આ કુખ્યાત ‘સીરિયલ કિલર’ વિશે…
ક્રાઇમની દુનિયાના કુખ્યાત અને બિકિની કિલર તરીકે ઓળખાતા ગુનેગાર ચાર્લ્સ શોભરાજ 19 વર્ષ બાદ જેલમાંથી બહાર નીકળશે. નેપાળની સુપ્રીમ કોર્ટે 19 વર્ષ જેલમાં રહ્યા બાદ ફ્રેન્ચ સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું કે ચાર્લ્સ બે અમેરિકન પ્રવાસીઓની હત્યાના આરોપમાં 2003થી નેપાળની જેલમાં છે. દુનિયાના સૌથી શાતિર વ્યક્તિઓ પૈકીના એક ચાર્લ્સ શોભરાજ 19 વર્ષ પછી જેલમાંથી મુક્ત થશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ કર્યો કે, ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત થયાના 15 દિવસની અંદર દેશની બહાર મોકલી દેવામાં આવે.
'બિકીની કિલર' અને 'સિરિયલ કિલર' તરીકે કુખ્યાત
ભારતીય પિતા અને વિયેતનામી માતાના સંતાન ચાર્લ્સ શોભરાજ એક ફ્રેન્ચ નાગરિક છે. તેનું સાચું નામ હેતચંદ ભોનાની ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ છે અને તેનો જન્મ 6 એપ્રિલ 1944માં થયો હતો. ચાર્લ્સ શોભરાજ પર વર્ષ 1975માં નેપાળમાં પ્રવેશવા માટે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવાનો અને બે પ્રવાસી – અમેરિકન નાગરિક કોની જો બોરોન્ઝિચ અને તેની ગર્લફ્રેન્ડ કેનેડિયન લોરેન્ટ કેરિયરની હત્યા કરવાનો આરોપ હતો. ચાર્લ્સ શોભરાજ ક્રાઇમની દુનિયામાં બિકીની બિકિની કિલર અને સીરિયલ કિલર તરીકે કુખ્યાત હતો. તેના પર ભારત, તુર્કી, ઈરાન, થાઈલેન્ડ દેશોમાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ છે.
વર્ષ 1975માં એક દંપતી હત્યા કર્યા બાદ જેલમાં પુરાયો
1 સપ્ટેમ્બર, 2003ના રોજ એક અખબારે શોભરાજનો ફોટો પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદમાં શોભરાજ એક કેસિનોની બહાર જોવા મળ્યો હતો. ચાર્લ્સ શોભરાજની ધરપકડ બાદ પોલીસે વર્ષ 1975માં કાઠમંડુ અને ભક્તપુરમાં દંપતીની હત્યાના માબે અલગ-અલગ કેસ નોંધ્યા હતા. તે કાઠમંડૂની સેન્ટ્રલ જેલમાં 21 વર્ષની સજા, અમેરિકન નાગરિકની હત્યાના ગુનામાં 20 વર્ષની સજા અને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવાના આરોપમાં એક વર્ષ અને 2000 રૂપિયાના દંડની સજા ભોગવી રહ્યો હતો.

ભારતની તિહાર જેલમાંથી ભાગી ગયો
ચાર્લ્સ શોભરાજે ભારતમાં 21 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જો કે તિહાડ જેલમાંથી તે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. વર્ષ 1986માં શોભરાજે તેના જન્મદિવસની ઉજવણીના બહારને જેલના સિક્યોરિટી ગાર્ડ્સને મીઠાઇઓ આપવાના બહાને જેલમાંથી ભાગી છુટ્યો હતો.
શોભરાજે 2014માં દાવો કર્યો હતો કે તેણે તિહાર જેલમાં JeM વડા મસૂદ અઝહર સાથે મિત્રતા કર્યા પછી તાલિબાન માટે શસ્ત્રોના વેપારી તરીકે કામ કર્યું હતું, અને યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) સાથે પણ જોડાયેલો હતો.
નેપાળમાં તેણે એક સ્થાનિક મહિલા, નિહિતા બિસ્વાસ સાથે પણ લગ્ન કર્યા હતા, જેણે ભારતીય ટીવી શો બિગ બોસની સીઝન 5 માં ભાગ લીધો હતો.
નકલી સ્ટેશન માસ્ટર બન્યો શોભરાજ
એવું કહેવાય છે કે, વર્ષ 1968થી 1974ની વચ્ચે તે નકલી દસ્તાવેજોના આધારે સ્ટેશન માસ્ટર બન્યા અને ઘણા દિવસો સુધી કામ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે આ દરમિયાન તેણે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ અને નકલી રજિસ્ટ્રેશન પેપર પણ બનાવવાનું શરૂ કર્યું હતું. લગભગ 6 દાયકા સુધી ધનીરામ મિત્તલ ઘણી વખત જેલમાં ગયા અને બહાર આવ્યો હતો. તેણે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને પંજાબમાં 1000થી વધુ કારની ચોરી કરી છે. કહેવાય છે કે આ મહા ઠગે રૂપ બદલવામાં મહારત હાંસલ કરી લીધી હતી અને ઓળખ-રૂપ બદલીને તેણે ઘણા લોકોને ચૂનો લગાડ્યો છે.

LLB પાસ છે બિકિની કિલર
એવું કહેવાય છે કે ધની રામ મિત્તલે ચોરી અને ગેરકાનૂની કામગીરી કરતી વખતે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેમની પાસે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અને ગ્રાફોલોજીની પણ ડિગ્રી હતી. કહેવાય છે કે 25 વર્ષની ઉંમરે તેણે ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો અને ત્યારબાદ વર્ષ 1964માં તેની પહેલીવાર ધરપકડ થઈ હતી.
અસલી જજને રજા પર મોકલી પોતે જજ બની ગયો, અપરાધીઓને જામીન આપ્યા
કહેવાય છે કે નકલી દસ્તાવેજોના આધારે તેણે ઝજ્જર કોર્ટના એડિશનલ સેશન્સ જજને લગભગ બે મહિનાની રજા પર મોકલી દીધા હતા. તે પછી, તે પોતે નકલી જજ બનીને તેમની ખુરશી પર બેસી ગયો. કહેવાય છે કે આ 40 દિવસમાં તેણે અનેક ગુનેગારો સહિત કુલ 2 હજાર સાતસો ચાલીસ લોકોને જામીન આપ્યા હતા. કહેવાય છે કે એલએલબીની ડિગ્રી મેળવ્યા બાદ તે પોતાના મિત્રોને કાયદાકીય મદદ કરતો હતો.