Coromandel Express Accident Live : કોરોમંડલ ટ્રેન અકસ્માતમાં બચેલા રેલવે મુસાફરે વર્ણવ્યો દર્દનાક અનુભવ, વાંચીને રુંવાડા ઊભા થઈ જશે

Odisha Train Derailed Live Updates : કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર અનુભવ દાસ નામના એક યાત્રીએ ટ્વીટર પર ભયાનક દુર્ઘટનાનો આંખો દેખ્યો હાલ વર્ણવ્યો હતો. દાસે એક ટ્વીટ કરતા વિસ્તારમાં સમગ્ર દુર્ઘટના કેવી રીતે થઈ તે વર્ણવી હતી.

Written by Ankit Patel
June 03, 2023 14:39 IST
Coromandel Express Accident Live  : કોરોમંડલ ટ્રેન અકસ્માતમાં બચેલા રેલવે મુસાફરે વર્ણવ્યો દર્દનાક અનુભવ, વાંચીને રુંવાડા ઊભા થઈ જશે
અકસ્માત ગ્રસ્ત ટ્રેન (Express Photo: Sujit Bisoyi)

Chennai Coromandel Express Accident Live Updates, 3 June 2023 : ઓડિશામાં શુક્રવારે થયેલા ભીષણ ટ્રેન દુર્ઘટના દરમિયાન કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર અનુભવ દાસ નામના એક યાત્રીએ ટ્વીટર પર પતોાનો ભયાનક દુર્ઘટનાનો આંખો દેખ્યો હાલ વર્ણવ્યો હતો. દાસે એક ટ્વીટ કરતા વિસ્તારમાં સમગ્ર દુર્ઘટના કેવી રીતે થઈ તે વર્ણવી હતી.

તેમણે જણાવ્યું હતું કે હું ખુબ જ નસિબદાર છું કે હાવડાથી ચેન્નઇ જનારી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થવા છાં બચી ગયો છું. કદાચ આ સૌથી મોટી દુર્ઘટના છે.

દાસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ ટ્રેનનો સમાવેસ થયો હતો કોરોમંડલ એક્સપ્રેસ 12841, યશવંપુર હાવડા એસએફ અને એક માલગાડી હતી. કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને બાજુમાં ઉભેલી માલગાડી સાથે ટકરાઈ હતી. તેમણે જણાવ્યું કે બાજુના પાટા પર આવી રહેલી હાવડા એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી.

તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે યશવંતપુર એક્સપ્રેસના જનરલ શ્રેણીના ત્રણ ડબ્બા સંપૂર્ણપણ ક્ષતિગ્રસ્ત થયા હતા. જ્યારે કોરોમંડલ એક્સપ્રેસના જનરલ, સ્લીપર, એસી 3 ટીયર અને એસી 2 ટીયર શ્રેણના લગભગ 13 ડબ્બા સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત થયા હતા.

તેમણે લખ્યું, મેં પાટા પરથી 200થી 250 યાત્રીઓની લાશો વિખેરાયેલી જોઈ હતી. પાટા પર ક્ષત-વિક્ષત લાશોના અંબાર લાગ્યા હતા. ચારેબાજુ લોહીના ખાબોચીયા ભરાયેલા હતા. આ એક એવું દ્રશ્ય હતું જેને ક્યારેય ભૂલી શકાય એમ ન્હોતું. ઇશ્વર એ પરિવારની મદદ કરે, મારી સંવેદનાઓ તેમની સાથે છે.

ઉલ્લેખનીય છે કે ઓડિશાના બાલાસોરમાં બે યાત્રી ટ્રેન અને એક માલગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં 261થી વધારે લોકોના મોત થયા છે જ્યારે 900થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘટનની જાણ થતાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે સવારે ટ્રેન અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. આ ભયંક દુર્ઘટનામાં બાદ રાજકીયક બયાનબાજી શરુ થઈ ગઈ છે. અને રેલવે મંત્રી પાસે રાજીનામાની માંગ કરાઈ રહી છે. ઉચ્ચ સ્તરીય તપાસની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ