Coromandel Express Accident Live : 'મેં જોયું કે કોઈનું માથું,કોઈનો પગ, કોઈનો હાથ ન્હોતો... મારી સીટ નીચે બે વર્ષનું બાળક..' ઘટનાના સાક્ષીએ જણાવી દર્દનાક ઘટનાની કહાની

Odisha Train Derailed Live Updates : કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીએ દુર્ઘટના બાદ મીડિયા સમક્ષ દર્દનાક ઘટનાનું મંજર વ્યક્ત કર્યું હતું.

Odisha Train Derailed Live Updates : કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીએ દુર્ઘટના બાદ મીડિયા સમક્ષ દર્દનાક ઘટનાનું મંજર વ્યક્ત કર્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Chennai Coromandel Express Derailed Live Updates | live accident | train accident

અકસ્માત બાદ સાક્ષીએ વર્ણવી કહાની (photo credit- ANI)

Chennai Coromandel Express Accident Live Updates, 3 June 2023: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે મોડી સાંજે ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 મુસાફરોના મોત નીપજ્યા છે જ્યારે 900થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક રાજકીય નેતાઓએ ઉંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. કોંકણ રેલવે અધિકારીએ જણાવ્યું કે ઓડિશાના બાલાસોમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસના સમારોહને રદ્દ કરવામાં આવ્યો છે.

Advertisment

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના યાત્રીએ વ્યક્ત કરી ઘટનાની કહાની

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના એક યાત્રીએ દુર્ઘટના બાદ દર્દનાક મંજર અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે એસ5 ડબ્બામાં હતા. જે સમયે દુર્ઘટના થઈ એ સમયે હું સુતો હતો. અમે જોયું કો કોઈનું માથું, હાથ કે કોઈના પગ ન્હોતા. અમારી સીટની નીચે બે વર્ષનું બાળક હતું જે સંપૂર્ણ પણે સુરક્ષિત હતું. બાદમાં અમે તેમના પરિવારજનોને બચાવ્યા.

,

ઓડિશામાં આજે રાજકીય શોક

ઓડિશના માહિતી અને જનસંપર્ક વિભાગે જાણકારી આપતા જણાવ્યું હતું કે બાલેશ્વર જિલ્લાના બહાનાગામાં થયેલી રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજકીય શોકની જાહેરાત કરી હતી. આખા રાજ્યમાં ત્રણ જૂનના રોજ કોઈ ઉત્સવ ઉજવવામાં નહીં આવે.

Advertisment

આ પણ વાંચોઃ-3 june, Odisha train Accident live update : અકસ્માતની પળેપળની માહિતી જાણવા માટે અહિં ક્લિક કરો

10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત

બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહા.તા આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રૂપથી ઘાયલોને 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ કરવામાં આવશે. દુર્ઘટના કેટલી ભયાનક હતી તેનો અંદાજ એ વાત પર લગાવી શકા કે પાસેની બીજી ટ્રેનની અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

આ પણ વાંચોઃ- coromandel Express Derails : ક્યારે અટકશે આ ટ્રેન દુર્ઘટના! 23 વર્ષમાં હજારથી વધારે લોકોના મોત, સરકાર બદલાઈ હકીકત નહીં

ટીએમસી સાંસદ ડોલા સેનને કહ્યું કે "હું આવી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના પોતાની જિંદગીમાં ક્યારે જોઈ નથી. બંને યાત્રી ટ્રેનો સંપૂર્ણ પણે ભરેલી હતી.બંને ટ્રેનોમાં કુલ 3000-4000 લોકો હોવાની આશંકા છે."

બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત દેશ