નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અંબિકાપુરથી 65 કિમી દૂર 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી સુધી ઉંડું હતું. સવારે 5.28 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંબિકાપૂર સહિત કોરિયા જિલ્લાની આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપના પગલે લોકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત ગભરાઇને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
અગાઉ જુલાઈ 2022માં છત્તીસગઢના બૈકુંથપુરના સોનહટમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ચરચા અંડર ગ્રાઉન્ડ માઈન્સમાં હવાઈ વિસ્ફોટ થયો હતો અને 5 મજૂરો ઘાયલ થયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 16 કિલોમીટરની ઊંડાઈએ બૈકુંથપુર નજીક સોનહટમાં હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જુલાઇ માસમાં છત્તીસગઢના બૈકુંઠપુરના સોનહટમાં 4.7ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો છે. આ દરમિયાન ચરચા અંડર ગ્રાઉન્ડ માઇન્સમાં ભયાનક રીતે હવામાં વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. એ સમયે ભૂંકપનું કેન્દ્રબિંદુ જમીનથી 16 કિમી ઉંડાઇએ બતાવ્યું હતું.