છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, પરિણીત મહિલાઓને વર્ષે 12 હજાર રૂપિયા

BJP Manifesto : ઘોષણાપત્રમાં ભાજપે કહ્યું - છત્તીસગઢના ગરીબ લોકો માટે રામલલાના દર્શન માટે રામલલા દર્શન યોજના ચલાવવામાં આવશે

BJP Manifesto : ઘોષણાપત્રમાં ભાજપે કહ્યું - છત્તીસગઢના ગરીબ લોકો માટે રામલલાના દર્શન માટે રામલલા દર્શન યોજના ચલાવવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
amit shah | chhattisgarh assembly election 2023 | bjp manifesto

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો (તસવીર - સ્ક્રિનગ્રેબ, એએનઆઈ)

Chhattisgarh Assembly Election 2023 : છત્તીસગઢની 90 વિધાનસભા સીટો પર બે તબક્કામાં 7 અને 17 નવેમ્બરે મતદાન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે છત્તીસગઢ માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ 'મોદીની ગેરંટી 2023' નામથી ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર છે.

Advertisment

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે અમે આ રાજ્યની સ્થાપના કરી હતી. જેનો હેતુ આ ભાગને વિકાસની મુખ્યધારામાં સમાવવાનો હતો. ભાજપની સરકાર 15 વર્ષ માટે બની હતી. અમે છત્તીસગઢને બિમારુ રાજ્યમાંથી એક સારું રાજ્ય બનાવ્યું છે અને આગામી પાંચ વર્ષમાં અમે છત્તીસગઢનો સંપૂર્ણ વિકાસ કરીશું.

ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરતા રાયપુરમાં અમિત શાહે કહ્યું હતું કે અમારે એ વાત સાથે સહમત થવું પડશે કે ખોટી જાહેરાતો આપવામાં ભૂપેશ બઘેલથી વધુ સારું કોઈ નથી. તેમની પાસે નકલી સીડી, નકલી પેન ડ્રાઇવ બનાવવાની અને અખબારોમાં ફેક ન્યૂઝ છાપવાની કુશળતા છે. તેમણે માહોલ બનાવીને પાંચ વર્ષ સુધી સત્તા સંભાળી.

આ પણ વાંચો - અમિત શાહે રાહુલ ગાંધીના ઓબીસી કાર્ડ સામે ખાસ રણનીતિ બનાવી, બેઠક પછી લીધો આવો નિર્ણય

Advertisment

ભાજપના ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વિશેષતાઓ

ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું કે દરેક પરિણીત મહિલાને ભાજપ સરકાર દ્વારા વર્ષે 12 હજાર રૂપિયા આપવામાં આવશે. બે વર્ષમાં એક લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 18 લાખ ઘર બનાવવામાં આવશે. અમે દરેક ઘરને સ્વચ્છ પાણી આપીશું. ચરપાદુકા યોજનાની શરુઆત પણ કરશે. આ સાથે જ ભાજપે કહ્યું હતું કે તેંદુપતાના વધારના સંગ્રહ કરનારને 4500 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. પ્રધાનમંત્રી જન ઔષધિના નવા 500 કેન્દ્રો ખોલવામાં આવશે. જેનાથી ગરીબોને સસ્તી દવાઓ મળશે. છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પારદર્શકતા આવશે આનાથી ભરતી કૌભાંડો નહીં થાય. જાહેર સેવા આયોગમાં કૌભાંડ આચરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઘોષણાપત્રમાં ભાજપે કહ્યું કે નવા ઉદ્યોગો સ્થાપવા માટે યુવાનોને 50 ટકા સબસિડી આપવામાં આવશે. સેન્ટ્રલ ભારતનું ઇનોવેશન હબ બનાવવા માટે રાયપુરમાં એક મોટું કેન્દ્ર બનાવવામાં આવશે. કન્યાઓ માટે રાણી દુર્ગાવતી યોજના લાવવામાં આવશે. છત્તીસગઢમાં ભાજપની સરકાર આવવા પર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું. ભાજપના ઢંઢેરામાં ડાંગરની ખરીદી ક્વિન્ટલદીઠ 3100 રૂપિયાના ભાવે કરવાનું વચન આપવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, છત્તીસગઢના ગરીબ લોકો માટે રામલલાના દર્શન માટે રામલલા દર્શન યોજના ચલાવવામાં આવશે.

સાથે જ મેનિફેસ્ટો કમિટીના કન્વીનર વિજય બઘેલ બોલે કહ્યું કે આ મેનિફેસ્ટો ત્રણ મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે. 3 ઓગસ્ટથી 3 નવેમ્બર વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 35 સભ્યો હતા. આ માટે સમાજના તમામ વર્ગો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા છે અને બે લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વિધાનસભા ચૂંટણી 2023 ચૂંટણી 2023 અમિત શાહ ભાજપ