Chhattisgarh Assembly Election Result 2023 : છત્તીસગઢમાં ફરી ખીલ્યું કમળ, ભાજપને પ્રચંડ બહુમતી

Chhattisgarh Assembly Election Results 2023 : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપ ફરી રાજ્યમાં સરકાર બનાવશે.

Written by Kiran Mehta
Updated : December 04, 2023 00:15 IST
Chhattisgarh Assembly Election Result 2023  : છત્તીસગઢમાં ફરી ખીલ્યું કમળ, ભાજપને પ્રચંડ બહુમતી
છત્તીસગઢમાં ભાજપે જીત મેળવી છે (તસવીર - બીજેપી છત્તીસગઢ)

Chhattisgarh Assembly Election Result 2023 Live : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઇ ગયા છે. વિધાનસભાની 90 બેઠકોના ચૂંટણી પરિણામ અનુસાર છત્તીસગઢમાં ફરી કમળ ખીલ્યુ છે અને પ્રચંડ બહુમતી સાથે ભાજપ ફરીવાર રાજ્યમાં સરકાર બનાવશે. વિધાનસભાની 90માંથી ભાજપે 54 બેઠકો જીતી છે. તો કોંગ્રેસને 35 બેઠક અને જીજીપી પાર્ટીએ માત્ર 1 બેઠક મેળવી છે. તમને જણાવી દઈએ કે, 2018ની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી 90 માંથી 68 બેઠકો મેળવીને જ્વલંત જીત મેળવવામાં સફળ રહી હતી.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ લાઇવ દિવસભરના અપડેટ્સ

છત્તીસગઢમાં ફરી ભાજપ સરકાર

છત્તીસગઢમાં ભાજપની સરકાર બની રહી છે. વિધાનસભાની 90માંથી ભાજપે 54 બેઠકો જીતી છે. તો કોંગ્રેસને 35 બેઠક અને જીજીપી પાર્ટીએ માત્ર 1 બેઠક મેળવી છે.

  • Rajasthan Next CM: કોણ બનશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી? ચૂંટણીમાં જીત બાદ ભાજપ નેતા રાજકુમારી દીયા કુમારીએ આપ્યો આ જવાબ

Who Is Diya Kumari: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપ નેતા દિયા કુમારીએ વિદ્યાધર નગર બેઠકથી જીતી મેળવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સીએમ પદ માટે ભાજપની પસંદગી પણ બની શકે છે. વધુ વાંચો

  • Assembly Election Result 2023 | વિધાનસભા ચૂંટણી 2023 પરિણામ : ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની જીત વધામણા

Assembly Election Result 2023 : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ હાલના વલણો પ્રમાણે જોઈએ તો, ભાજપ ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં અને કોંગ્રેસ તેલંગાણામાં જીતનો પરચમ લહેરાવી શકે છે. ગુજરાતના ગાંધીનગર ખાતે ભાજપની ઓફિસ કમલમ ખાતે કાર્યકરો દ્વારા જીતના વધામણા કરી ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. વધુ તસવીરો જુઓ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ ક્યાં કોણ આગળ જાણો સંપૂર્ણ માહિતી

  • ભારતીય જનતા પાર્ટી – BJP

  • ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ – INC

  • ગોંડવાના ગણતંત્ર પાર્ટી – જી.જી.પી

  • ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી – CPI

‘જનતા જનાર્દનને સલામ’: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ કોંગ્રેસનું નેતૃત્વ કરે છે

કોંગ્રેસ છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવા માટે તૈયાર છે કારણ કે પક્ષ આગળ વધી રહ્યો છે, પ્રારંભિક વલણો મુજબ, મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું: “આજે આદેશનો દિવસ છે. જનતા જનાર્દન ને વંદન. તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ.”

સવારના 9 વાગ્યે સુધીનું પરિણામ

રાજસ્થાન

ભાજપ -84કોંગ્રેસ – 76અન્ય – 04BSP -00

મધ્ય પ્રદેશ

ભાજપ – 96કોંગ્રેસ – 80BSP – 02અન્ય – 01

છત્તીસગઢ

ભાજપ – 33કોંગ્રેસ – 52BSP – 00અન્ય – 00

તેલંગાણા

કોંગ્રેસ – 64BRS – 30ભાજપ – 10AIMIM – 03અન્ય – 01

  • શરુઆતી વલણમાં કોંગ્રેસ 21 સીટો પર આગળ, પાટનથી ભૂપેશ બઘેલ આગળ

એક્ઝિટ પોલમાં કોની સરકાર બનવાનો દાવો

  • આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે છત્તીસગઢમાં બીજેપીને 41 ટકા વોટ મળવાની સંભાવના છે. જ્યારે કોંગ્રેસને 42 ટકા વોટ મળવાનો અંદાજ છે.

  • આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે છત્તીસગઢમાં બીજેપીને 36-46 સીટ અને કોંગ્રેસને 40-50 સીટ મળવાનો અંદાજ છે. છત્તીસગઢના એક્ઝિટ પોલમાં પણ રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે.

  • ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ્સમાં 90 સીટોમાંથી ભાજપને 36-46 બેઠકો અને કોંગ્રેસને 40-50 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
  • એબીપી ન્યૂઝ સી-વોટરે ભાજપને 36-48 અને કોંગ્રેસને 41-53 બેઠકો આપી છે. ઈન્ડિયા ટીવીએ ભાજપને 30-40 અને કોંગ્રેસને 46-56 બેઠકોની આગાહી કરી છે. જન કી બાતમાં ભાજપને 34-45 અને કોંગ્રેસને 42-53 બેઠકો આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ