છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 : કોણ હશે ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો? રમણ સિંહે આપ્યો આવો જવાબ

Chhattisgarh Assembly Elections : રમણ સિંહ સરકારમાં રહેલા અનેક મંત્રીઓને પણ વિધાનસભા ચૂંટણી માટે ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે પાર્ટીના લોકોને હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ નથી કે જો ભાજપ આ વખતે ચૂંટણી જીતશે તો રમણ સિંહને સીએમનો ચહેરો બનાવવામાં આવશે

Written by Ashish Goyal
October 30, 2023 19:28 IST
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 : કોણ હશે ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો? રમણ સિંહે આપ્યો આવો જવાબ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ (File photo)

Chhattisgarh Assembly Elections 2023 : છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કાનું મતદાન ખૂબ જ નજીક છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો તે બેઠકો પર પ્રચાર પર વધુ ભાર આપી રહ્યા છે જ્યાં પ્રથમ તબક્કામાં વધુ મતદાન થવાનું છે. રાજ્યના વિરોધ પક્ષો અને નેતાઓ સતત સવાલ કરી રહ્યા છે કે ડો. રમણ સિંહ ક્યાં ગાયબ થઈ ગયા છે?

રાજ્યથી લઇને દિલ્હીમાં લગભગ દરેક રાજકીય ચર્ચામાં આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. છત્તીસગઢ પર 2003થી 2018 સુધી પર શાસન કરનાર વ્યક્તિ ક્યાં છે, કદાચ તેમના નજીકના લોકો જ જવાબ આપી શકે છે. હવે રાજનંદગાંવ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર જાહેર થયા બાદ રમણ સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. તેમની સીટ પર 7 નવેમ્બરે પહેલા તબક્કામાં મતદાન થશે.

રમણ સિંહ સરકારમાં રહેલા અનેક મંત્રીઓને પણ વિધાનસભા ચૂંટણી માટે ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે પાર્ટીના લોકોને હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ નથી કે જો ભાજપ આ વખતે ચૂંટણી જીતશે તો રમણ સિંહને સીએમનો ચહેરો બનાવવામાં આવશે. રમણ સિંહને જ્યારથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી રાજનંદગાંવ સ્થિત સન સિટીમાં તેમના ઘરે અચાનક હલચલ મચી ગઈ છે, જ્યાં તેઓ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા છે.

રમણ સિંહના ઇન્ટરવ્યૂની મુખ્ય વાતો

સવાલ : જો ભાજપ સત્તામાં આવશે તો સીએમ કોણ બનશે?

જવાબ : રમણસિંહે કહ્યું કે પાર્ટી આ અંગે નિર્ણય લેશે. અમે વિધાનસભામાં ભાજપની બેઠક યોજીશું. આવું જ 2003, 2008 અને 2013માં બન્યું હતું. આ વખતે આપણે વાત કરીશું.

સવાલ : તમે શુ વિચારો છો?

જવાબ : આ સવાલ પર રમણ સિંહનું કહેવું છે કે જો પાર્ટી મને તક આપશે તો હું ના નહીં પાડું પણ મારા તરફથી તેના માટે કોઇ આગ્રહ કરવામાં આવશે નહીં.

સવાલ : તમારા ઘણા લોકોને ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે એવી અટકળો ચાલી રહી છે કે…

જવાબ : રમણ સિંહનું કહેવું છે કે મારા સૂચનના આધારે નહીં, મેરિટના આધારે લોકોને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો – પ્રચાર દરમિયાન સાંસદ કોથા પ્રભાકર રેડ્ડીને પેટમાં છરી મારી, કાર્યકરોએ હુમલાખોરને માર માર્યો

સવાલ : એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે છત્તીસગઢમાં ભાજપનો એજન્ડા સ્પષ્ટ નથી?

જવાબ : આ સવાલ પર રમણ સિંહનું કહેવું છે કે અમારા મેનિફેસ્ટોમાં તમામ વાયદા કરવામાં આવ્યા છે. તેમના હજારો કરોડના કૌભાંડો છે. મહાદેવ એક કૌભાંડ છે. ઇડીને પુરાવા મળી ગયા છે. અમે દારૂના કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે સરકારની ટીકા કરી છે. શું તમને રાજ્યને લૂંટવા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા?

સવાલ : તમને કેમ લાગે છે કે તમે પાંચ વર્ષ પહેલાં ચૂંટણી હારી ગયા છો?

જવાબ : રમણસિંહ કહે છે કે લોકોને લાગ્યું કે સરકારે બદલાવીને જોઈએ. ભૂપેશ બઘેલને આનો લાભ મળ્યો.

સવાલ : જો તમે સત્તામાં આવશો, તો તમારો પહેલો નિર્ણય શું હશે?

જવાબ : પાર્ટીએ મને સીએમ તરીકે પ્રોજેક્ટ નથી કર્યો પરંતુ હું કહી શકું છું કે અમારી સરકાર 16 લાખ ઘર બનાવવાનો નિર્ણય લેશે. ભુપેશ બઘેલ જે પૂર્ણ કરી શક્યા નથી અને જે લોકોને મકાનોથી વંચિત રાખવામાં આવ્યા છે તેમને અમે મકાનો આપીશું.

સવાલ :જ્યારે યુપીએની સત્તા હતી ત્યારે પણ તમે અન્ય પક્ષો સાથે કામ કરવાની અને કેન્દ્ર સાથે સારા સંબંધો રાખવાની હતી?

જવાબ : મને કોઈ વાંધો નથી. હું રાજકારણમાં કોઈને દુશ્મન માનતો નથી. હવે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર બનશે અને તેથી વસ્તુઓમાં સુધારો થશે. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને અમે છત્તીસગઢમાં સરકાર બનાવીશું. તમે આને લખી શકો છો. આ વખતે રાજ્યમાં પરિવર્તનની લહેર છે.

સવાલ : 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી તમે જે સૌથી અગત્યની વસ્તુ શીખી છે તે કઈ છે?

જવાબ : હું સંપૂર્ણપણે સમજી ગયો છું કે છત્તીસગઢમાં સત્તામાં રહેવા માટે ખેડૂતોને સંતોષ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ