છત્તીસગઢ: મતદાનના એક દિવસ પહેલા નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, બે મતદાન કર્મી અને એક સૈનિક ઇજાગ્રસ્ત

Chhattisgarh IED Blast : છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 7 અને 17 નવેમ્બરે યોજાશે

Written by Ashish Goyal
Updated : November 06, 2023 18:48 IST
છત્તીસગઢ: મતદાનના એક દિવસ પહેલા નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, બે મતદાન કર્મી અને એક સૈનિક ઇજાગ્રસ્ત
છત્તીસગઢમાં મતદાનના એક દિવસ પહેલા જ IED બ્લાસ્ટ થયો

Chhattisgarh Assembly elections voting : છત્તીસગઢમાં મતદાનના એક દિવસ પહેલા જ IED બ્લાસ્ટ થયો છે. છત્તીસગઢના કાંકેરમાં મતદાનના એક દિવસ પહેલા જ પંખાજૂર ક્ષેત્રના છોટેબેતિયા પોલીસ સ્ટેશનમાં ડાંગરની ખરીદી કેન્દ્ર પાસે નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં એક બીએસએફ જવાન અને બે મતદાન કર્મી ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્ત બીએસએફ કોન્સ્ટેબલની ઓળખ પ્રકાશ ચંદ તરીકે થઈ છે. તેને પગમાં ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે છોટેપેઠિયા લઈ જવામાં આવ્યો છે. આ દરમિયાન છત્તીસગઢમાં આઈઈડી બ્લાસ્ટમાં બે પોલિંગ અધિકારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ વિસ્ફોટ એ સમયે થયો જ્યારે બીએસએફ અને જિલ્લા દળની સંયુક્ત ટીમ કાંકેર જિલ્લાના છોટેબેતિયા પોલીસ સ્ટેશનના ચાર મતદાન દળોને લઇને સાથે કેમ્પ મારબેડાથી રેંગાઘાટી રેંગાગોંદી મતદાન મથક તરફ જઇ રહી હતી. છત્તીસગઢમાં મતદાનના એક દિવસ પહેલા આ બ્લાસ્ટ થયો છે. 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 7 અને 17 નવેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો – સટ્ટાબાજીના વિવાદમાં ખરાબ રીતે ફસાયા ભૂપેશ બઘેલ, મહાદેવ એપના માલિકે કહ્યું- સીએમે મને દુબઈ મોકલ્યો

આઈઈડી ડિફ્યુઝ કરતી વખતે એક જવાન ઇજાગ્રસ્ત

નારાયણપુર જિલ્લાના મુરહાપદર ગામમાં માઓવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા આઇઇડી બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે આઇટીબીપીનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ