PM Modi : શપથગ્રહણ સમારોહના સ્ટેજ પર જાતે જ ટેબલ ખસેડવા લાગ્યા પીએમ નરેન્દ્ર મોદી, સાદગી પર ફિદા થયા લોકો

પીએમ નરેન્દ્ર મોદી ટેબલ ખસેડીને ગવર્નર વિશ્વ ભૂષણ હરિચંદનની સામે શિફ્ટ કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે

Written by Ashish Goyal
December 13, 2023 20:43 IST
PM Modi : શપથગ્રહણ સમારોહના સ્ટેજ પર જાતે જ ટેબલ ખસેડવા લાગ્યા પીએમ નરેન્દ્ર મોદી, સાદગી પર ફિદા થયા લોકો
પીએમ મોદી અચાનક સ્ટેજ પર રહેલું ટેબલ ખસેડવા લાગ્યા હતા (ANI)

Chhattisgarh CM Vishnu Deo Sai Oath Ceremony : વિષ્ણુદેવ સાયે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ અચાનક સ્ટેજ પર રહેલું ટેબલ ખસેડવા લાગ્યા હતા. તે ટેબલ ખસેડીને ગવર્નર વિશ્વ ભૂષણ હરિચંદનની સામે શિફ્ટ કરવા લાગ્યા હતા. આ જોયા બાદ સ્ટેજ પર હાજર તમામ નેતાઓ પીએમ મોદીની મદદ માટે દોડી આવ્યા હતા. પીએમ મોદીએ જ્યારે ટેબલ ખસેડ્યું તો ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં પડી ગયા. જોકે બાકીના નેતાઓ પણ પીએમ મોદીને ટેબલ ખસેડવામાં મદદ કરવા આવી પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. તેઓ પીએમ મોદીની સાદગીના વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે નાની વાત પણ ઘણી મહત્વની છે. બસ આ નાની નાની વાતો તેમને દરેક વર્ગને પ્રશંસક બનાવે છે. આ સાદગી અને શિષ્ટાચારને સલામ. ભાસ્કર નામના એક યુઝરે લખ્યું છે કે તે પહેલા એક કાર્યકર્તા હતા. આ તેમની જૂની આદત છે. વિષ્ણુ દેવ સાયએ આજે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે અરુણ સાવ અને વિજય શર્માએ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ પહેલી વાર છે જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રીની મદદ માટે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી છે. ગવર્નર વિશ્વ ભૂષણ હરિચંદને સાયન્સ કોલેજના મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સાય અને બંને ઉપમુખ્યમંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો –  કોણ છે ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા? જેમના વિઝિટર પાસથી સંસદમાં પહોંચ્યા હતા બે યુવકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભાજપે રવિવારે 59 વર્ષીય અગ્રણી આદિવાસી નેતા વિષ્ણુ દેવ સાયને છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. સાય રાજ્યના ચોથા મુખ્યમંત્રી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સાય છત્તીસગઢમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સરગુજા વિભાગની કુનકુરી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.

નાયબ મુખ્યમંત્રી અરુણ સાવ, જેમણે સીએમ સાથે શપથ લીધા હતા, તેઓ પ્રભાવશાળી સાહુ ઓબીસી સમુદાયના છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. વકીલમાંથી રાજકારણી બનેલા આ નેતાએ વિધાનસભાની ચૂંટણીમાં લોર્મી મતવિસ્તારમાંથી કોંગ્રેસના પોતાના નજીકના પ્રતિસ્પર્ધી થાનેશ્વર સાહુને 45891 મતોથી હરાવ્યા હતા. અન્ય નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા બ્રાહ્મણ સમુદાયના છે. તેઓ રાજ્યમાં ભાજપના મહામંત્રી છે. કટ્ટર હિન્દુત્વના સમર્થક શર્માએ કવર્ધા વિધાનસભામાંથી કોંગ્રેસના પ્રભાવશાળી નેતા અને વર્તમાન મંત્રી મોહમ્મદ અકબરને 39552 મતોથી હરાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ