/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/chhattisgarh-ramnami-community-ram-nam-on-full-body.jpg)
છત્તીસગઠમાં રામનામી સંપ્રદાય રહે છે, જે પોતાના શરીર પર રામ નામના ટેટૂ કરાવે છે. (Photo - @first_desi)
Chhattisgarh Ramnami Tribe History: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશ- વિદેશમાં ઉત્સવનો માહોલ છે. દરેક વ્યક્તિ રામ ભક્તિમાં લીન થવા ઉત્સુક છે. અલબત્ત ભારતમાં એક સમુદાય છે જેના મનમાં જ નહીં પણ શરીરના દરેક અંગમાં રામ - રામ છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશ-વિદેશમાંથી 7000થી વધુ વીઆઈપી મહેમાનો અયોધ્યા આવશે. બીજી બાજુ સામાન્ય લોકો પોતાના શરીર પર રામ અને રામ મદિરના ટેટૂ બનાવી, પોતાની રામ ભક્તિ પ્રગટ કરી રહ્યા છે. આ ચકાચૌંધ વચ્ચે 100 વર્ષ પહેલા પોતાના શરીરને રામ મંદિર બનાવનાર રામનામ સંપ્રદાયની ચર્ચા થઇ રહી છે.
છત્તીસગઢના રામનામી સંપ્રદાયના લોકોને રામની કોઈ મૂર્તિ કે મંદિરમાં આસ્થા નથી. રામની ભક્તિ માટે, તેઓ પોતાના શરીરને જ મંદિર માને છે. તેઓ પોતાના શરીરના દરેક ભાગ પર રામના નામનું ટેટૂ કરાવે છે. તેઓ તેમના દિવસની શરૂઆત ભગવાન રામના સ્તોત્રોથી કરે છે. રામાયણ મહાકાવ્ય દરેકના ઘરમાં છે. ઘરની દીવાલો પર પણ રામ લખેલું છે. આ સંપ્રદાયના મોટાભાગના લોકો ખેતી કરે છે અને બાકીના સમયમાં રામ નામનો જપ કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ram-Mandir-opening-1.jpg)
ઘણા લોકો આ સંપ્રદાયને ભક્તિ ચળવળનો એક ભાગ કહે છે, જ્યારે કેટલાક તેને સામાજિક અને દલિત ચળવળો સાથે જોડે છે. આ સંપ્રદાયની શરૂઆત અને તેની પરંપરાની કથા અનોખી છે. ચાલો રામનામી સંપ્રદાય વિશે વિગતવાર જાણીએ:
મંદિરમાં પ્રવેશ ન મળતા પોતાના શરીરને જ મંદિર બનાવી દીધું
મધ્યકાલીન સમયગાળામાં, ભક્તિ આંદોલનનો પ્રભાવ છત્તીસગઢમાં પણ વ્યાપક હતો. ઘણા ઈતિહાસકારો દાવો કરે છે કે રામનામી સંપ્રદાયની ઉત્પત્તિ ભક્તિ આંદોલનમાંથી થઈ છે. તેની સ્થાપના છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના ચારપારા ગામમાં 19મી સદીના મધ્યમાં જન્મેલા દલિત યુવક પરશુરામ દ્વારા કરવામાં આવી હતી.
મધ્ય ભારતમાં સામાજિક આંદોલનના સંશોધક વિશાખા ખેત્રપાલ તેને 19મી સદીના મધ્યમાં સામાજિક-સાંસ્કૃતિક મંથન તરીકે જુએ છે. જેમ ભક્તિ આંદોલનમાંથી કબીરપંથી અને સતનામી જેવા સંપ્રદાયોની સ્થાપના થઈ, એવી જ રીતે રામનામી સંપ્રદાયનો પણ ઉદ્ભવ થયો. ખેત્રપાલ માને છે કે આ આંદોલને "હાલની રાજકીય અને ધાર્મિક રચનાઓ" ને પડકારી હતી.
Meet Ramnami Samaj of Chattisgarh who tattoo Ram Ram all over their body.
When Babur destroyed #AyodhyaRamMandir they challanged him to take away Ram from them
There is so much about India that we don't know. Lord Ram is truly in every breath.@sadhavi@Aabhas24@Sanjay_Dixitpic.twitter.com/FGpIFA7puz— Indian First (@first_desi) August 2, 2020
ખેત્રપાલ લખે છે, એક સ્થાનિક લોકવાયકા અનુસાર, પરશુરામને કૃષ્ઠ રોગ થયો અને તેની સાથે જોડાયેલા સામાજિક કલંકને કારણે, તેમણે ત્યાગી તરીકે જીવન જીવવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન તેઓ એક ઋષિને મળ્યા જેમણે તેમને આશીર્વાદ આપ્યા અને તેમને રામાયણ વાંચવાનું ચાલુ રાખવા કહ્યું હતુ. બીજા દિવસે સવારે પરશુરામને ખબર પડી કે તેમના શરીરમાંથી રોગના તમામ લક્ષણો ગાયબ થઈ ગયા છે અને તેમની છાતી પર ‘રામ-રામ’ શબ્દનું ટેટૂ દેખાઈ રહ્યું છે.
બીબીસી હિન્દીમાં પ્રકાશિત આલોક પુતુલના એક અહેવાલમાં રામનામી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મેહતરલાલ ટંડનનું નિવેદન જોવા મળે છે. તેઓ સમજાવે છે, “ઉચ્ચ જાતિઓ દ્વારા મંદિરો કપટપૂર્વક કબજે કરવામાં આવ્યા હતા અને અમને રામથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે મંદિરે જવાનું છોડી દીધું, અમે મૂર્તિઓ છોડી દીધી. આ મંદિરો અને આ પ્રતિમાઓ માટે આ પંડિતોને મુબારક.”
રામનામીઓએ ઉચ્ચ જાતિના ભારતીયોને સંદેશ આપવા માટે તેમના શરીર પર રામનું નામ લખ્યું હતું. તેઓ અભિવ્યક્ત કરવા માંગતા હતા કે ભગવાન દરેક જગ્યાએ છે, વ્યક્તિની જાતિ અથવા સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના. 1910માં રામનામી સમાજે તેમના કપડા અને શરીર પર રામનું નામ લખવાના અધિકાર માટે હિન્દુઓની ઘણી જાતિઓ સાથે સંઘર્ષ કર્યો અને અદાલતમાં કેસ પણ જીતી ગયા હતા.
રામનામી સમુદાય પરંપરા
છત્તીસગઢની રામનામી સમુદાયમાં જન્મેલા બાળકે હજુ પણ બે વર્ષની ઉંમર સુધીમાં પોતાની છાતી પર રામ નામનું ટેટૂ કરાવવું પડે છે. સમુદાયના વરિષ્ઠ સભ્યો નાના સભ્યોને ટેટૂ બનાવવા માટે લાકડાની સોય અને કાલિખમાંથી બનાવેલી કાળી શાહીનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા ઘણીવાર ખૂબ પીડાદાયક હોય છે. આ પ્રક્રિયાને પરંપરાગત હિન્દી શબ્દ છુંદણાને બદલે અંકિત કર્ણ કહેવામાં આવે છે - જેનો શાબ્દિક અર્થ થાય છે લખવું. આખા શરીર પર આવા ટેટૂ બનાવવા માટે બે અઠવાડિયાથી વધુ સમય લાગે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ramnami.jpg)
આ સંપ્રદાયની પ્રથા અનુસાર, રામનામી સંપ્રદાયના લોકો દારૂ કે ધૂમ્રપાન કરતા નથી. તેઓએ દરરોજ "રામ" નામનો જપ કરવાનો છે. આ સંપ્રદાયમાં દરેક સાથે સમાનતા અને આદર સાથે વ્યવહાર કરવાનો ઉપદેશ આપવામાં આવે છે.
રામનામી સંપ્રદાયના ગામના મોટાભાગના ઘરની બહાર અને અંદરની દિવાલો પર કાળા રંગથી 'રામ-રામ' લખવામાં આવે છે. લગભગ પ્રત્યેક રામનામી પરિવારની પાસે હિંદુ દેવી દેવતાની નાની મૂર્તિઓ સાથે રામાયણ ગ્રંથ હોય છે.
રામનું નામ બળી ન જાય તે માટે રામનામી સંપ્રદાયના લોકોના મૃતદેહોને તેમના મૃત્યુ પછી બાળવામાં આવતા નથી, તેમના મૃતદેહોને દફનાવવામાં આવે છે.
રામનામીના ત્રણ પ્રકાર
રામનામી સંપ્રદાયમાં માથાથી પગ સુધી રામ નામનું છૂંદણું કરાવવાની પરંપરા રહી છે. રામનામીઓ તેમની જીભ, તળિયા અને આંખની પાંપણ પર રામના નામનું ટેટૂ પણ કરાવે છે. જો કે રામનામી ખાસ કરીને ત્રણ પ્રકારના છે. (1) - જેઓ તેમના કપાળ પર માત્ર બે વખત રામનું ના છુંદણું કરાવે છે તેમને શિરોમણી રામનામી કહેવામાં આવે છે. (2) - જે લોકો પોતાની આખા માથા પર રામ રામ લખે છે, તેને સર્વાંગ રામનામી કહેવામાં આવે છે અને (3) જેમના આખા શરીર પર રામનું નામ અંકિત હોય છે તેમને નખશિખ રામનામી કહેવામાં આવે છે.
આ પણ વાંચો | રક્ષક પણ બન્યા અને હનુમાન પણ! રામ મંદિર આંદોલનમાં વાંદરાઓની ભૂમિકા
સંપ્રદાય માટે એક પડકાર એ છે કે તેમની નવી પેઢી તેમના શરીર પર રામ નામના ટેટૂની ઓળખ અપનાવવામાં રસ દાખવી રહી નથી. 1920ના દાયકામાં પરશુરામના મૃત્યુ સમયે, લગભગ 20,000 રામનામીઓ હતી. બાદમાં આ સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ. પરંતુ હવે સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. યુવાન રામનામી હવે અભ્યાસ અને નોકરી - ધંધાની શોધમાં અન્ય વિસ્તારોમાં પ્રવાસ કરે છે, તેથી તેઓ સામાન્ય રીતે સંપૂર્ણ શરીર પર ટેટૂ કરવાનું ટાળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us