/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/girl-women-missing-in-india.jpg)
ભારતમાં મહિલાઓ અને બાળકીઓ ગુમ
India girls women missing in 2019 to 2021 : 2019 અને 2021 વચ્ચેના ત્રણ વર્ષના સમયગાળામાં, દેશમાં 13.13 લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે. ગુમ થયેલી મહિલાઓ અને બાળકીઓના સંદર્ભમાં રાજ્યોમાં મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ટોચ પર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં આ માહિતી આપી હતી. સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2019 અને 2021 વચ્ચે 18 વર્ષથી વધુ ઉંમરની 10,61,648 મહિલાઓ ગુમ થઈ હતી. આ જ સમયગાળામાં દેશમાંથી 18 વર્ષ સુધીની 2,51,430 બાળકીઓ ગુમ થઈ હતી. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા સંકલિત કરવામાં આવ્યા છે.
મહિલાઓ અને બાળકીઓ ગુમ થવાના મામલામાં મધ્યપ્રદેશ ટોચ પર છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 2019 અને 2021 વચ્ચે મધ્યપ્રદેશમાંથી 1,60,180 મહિલાઓ અને 38,234 બાળકીઓ ગુમ થઈ હતી.
આ જ સમયગાળામાં પશ્ચિમ બંગાળમાંથી 1,56,905 મહિલાઓ અને 36,606 છોકરીઓ ગુમ થઈ હતી.
આંકડાઓ અનુસાર આ ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રમાંથી 1,78,400 મહિલાઓ અને 13,033 છોકરીઓ ગુમ થઈ છે.
ઓડિશામાંથી 70,222 મહિલાઓ અને 16,649 બાળકીઓ ગુમ થઈ છે
જ્યારે આ જ સમયગાળા દરમિયાન છત્તીસગઢમાંથી 49,116 મહિલાઓ અને 10,187 બાળકીઓ ગુમ થઈ છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં દિલ્હીમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકીઓ ગુમ થઈ
મોદી સરકારે ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરેલા આંકડા અનુસાર, દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાં ટોચ પર છે જ્યાંથી સૌથી વધુ મહિલાઓ અને બાળકીઓ ગુમ થઈ છે. 2019 અને 2021 ની વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ હતી.
આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી 8,617 મહિલાઓ અને 1,148 બાળકીઓ ગુમ થઈ છે.
આ પણ વાંચો - મહિલાઓ સામે અત્યાચાર : યુપી સૌથી આગળ, બળાત્કારના મામલામાં રાજસ્થાન ટોચ પર – મંત્રીએ લોકસભામાં આપ્યા આંકડા
સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, તેણે જાતીય અપરાધોને રોકવા માટે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2013ના અમલ સહિત દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે પગલાં લીધાં છે. સરકારે કહ્યું કે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ-2013 લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર કરવા માટે મૃત્યુદંડ સહિત અન્ય કડક જોગવાઈઓ કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us