/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/China-LAC-conspiracy.jpg)
ચીન દ્વારા એલએસી પર ષડયંત્ર (ફોટો - ઈન્ડિયન એક્સપ્રેસ)
ભારત અને ચીન સરહદ વિવાદ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. સમયાંતરે એવા સમાચાર આવતા રહે છે કે, કાં તો ચીન ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અથવા તો સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. આવી જ એક માહિતી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીને 2019 થી ભારતની ઉત્તર-પૂર્વ સરહદો પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક ગામડાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. હવે ચીન પોતાના નાગરિકોને બેઈજિંગ જિયાઓકાંગ બોર્ડર ડિફેન્સ વિલેજના આ ગામોમાં વસાવી રહ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ચીને અરુણાચલ પ્રદેશના લોહિત વેલી અને તવાંગ સેક્ટરમાં એલએસી સાથેના કેટલાક ગામોમાં લોકોને વસાવવાનું શરૂ કર્યું છે. ચીન પાંચ વર્ષથી વધુ સમયથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આવા 628 ગામોનું નિર્માણ કરી રહ્યું છે.
શું હોઈ શકે છે ચીનનો પ્લાન?
હાલમાં, ચીન દ્વારા સ્થાયી થયેલા આ ગામો વિશે વધુ માહિતી બહાર આવી નથી અને ન તો એ કહી શકાય કે, આ કયા પ્રકારનાં ગામો નિર્માણના તબક્કે છે. જે પ્રકારના બાંધકામ અંગે જે માહિતી પ્રકાશમાં આવી છે, તેના પરથી એવું માની શકાય છે કે, આ ગામડાઓ માત્ર સામાન્ય નાગરિકોના વસવાટ માટે જ નહીં પરંતુ લશ્કરી ઉપયોગ માટે પણ બનાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, તે ભારત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાક સમયથી આ ગામોમાં ગતિવિધિઓ વધી રહી છે, જોકે એ સ્પષ્ટ નથી થયું કે, આ નાગરિકો છે કે ચીની સેનાના સૈનિકો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીન ઉત્તરપૂર્વીય સરહદે એલએસી સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે, જ્યારે એલએસી તવાંગ અને સિલીગુડી કોરિડોર સિવાયના મોટાભાગના વસ્તીવાળા વિસ્તારો અથવા મહત્વના વિસ્તારોથી દૂર છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ચીન તવાંગમાં LAC પાસે કોંક્રિટનું બાંધકામ કરી રહ્યું છે. આનાથી આગળ વધીને ચીને હવે અરુણાચલ પ્રદેશની સિયાંગ વેલી જેવા અન્ય વિસ્તારોમાં પણ અનેક બાંધકામો કર્યા છે.
આ પણ વાંચો - PM Modi In UAE : ભારત – યુએઇ દોસ્તી ઝિંદાબાદ – અહલાન મોદી કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનના 10 મુખ્ય મુદ્દા
શું છે ભારતની તૈયારી?
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ્સ હેઠળ, ભારત 663 સરહદી ગામોને તમામ સુવિધાઓ સાથે આધુનિક ગામડાઓમાં વિકસાવવાની યોજના ધરાવે છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદે આવેલા આવા ઓછામાં ઓછા 17 ગામોને કાર્યક્રમ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us