રામ મંદિર પછી હવે CAAનો વારો, મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા નિયમો નક્કી કરી શકે છે

સંસદે ડિસેમ્બર 2019 માં CAA સંબંધિત બિલને મંજૂરી આપી હતી અને પછીથી તેને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ થયો હતો.

Written by Ankit Patel
Updated : January 03, 2024 09:40 IST
રામ મંદિર પછી હવે CAAનો વારો, મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા નિયમો નક્કી કરી શકે છે
સીએએ પ્રતિકાત્મક તસવીર express photo

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. સમાચાર છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલા તેને નોટિફાઈ કરી શકે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાયદાના નિયમો ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જ CAAના નિયમો અમલમાં આવે તેવી શક્યતા છે.

રિપોર્ટ અનુસાર, જ્યારે સરકારી અધિકારીને પૂછવામાં આવ્યું કે શું સીએએના નિયમો થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા સૂચિત કરવામાં આવશે, તો તેમણે જવાબ આપ્યો કે હા, તે પહેલા જ. અધિકારીએ વધુમાં કહ્યું, “અમે ટૂંક સમયમાં CAAના નિયમો જારી કરવા જઈ રહ્યા છીએ. નિયમો જારી થયા પછી, કાયદો લાગુ કરી શકાશે અને પાત્ર લોકોને ભારતીય નાગરિકતા આપી શકાશે. કાયદામાં ચાર વર્ષથી વધુ સમય વિલંબ થયો છે. અને નિયમો કાયદાના અમલીકરણ માટે જરૂરી છે.”

CAAના નિયમો લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નક્કી કરવામાં આવશે

સરકારી સૂત્રોએ મંગળવારે એમ પણ કહ્યું હતું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) ના નિયમો લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ખૂબ જ સૂચિત કરવામાં આવશે. ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારને કારણે ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાની હિમાયત કરે છે. સાથે જ મુસ્લિમોને આનાથી અલગ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- Today Weather Updates : શાળાઓ બંધ, ટ્રેનો મોડી, ઉત્તર ભારતમાં હાડ થીજવી ઠંડી, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

ગૃહ મંત્રાલયના અધિકારીએ નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019ના નિયમોના નોટિફિકેશન જારી કરવા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નિયમોને સૂચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં CAA માટે નિયમો જારી કરશે.

સંસદે ડિસેમ્બર 2019 માં CAA સંબંધિત બિલને મંજૂરી આપી હતી અને પછીથી તેને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ