ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં લીધો મોટો નિર્ણય, વકીલોને આપી સલાહ

CJI Chandrachud: દેશમાં ફરી કોરોનાએ રફતાર પકડતાં કોવિડ 19ના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે જસ્ટિસ ચંદ્રચુડે વકીલોને પોતાની જાતને સુરક્ષિત કરવા માટે એક વિકલ્પ આપ્યો છે.

CJI Chandrachud: દેશમાં ફરી કોરોનાએ રફતાર પકડતાં કોવિડ 19ના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે જસ્ટિસ ચંદ્રચુડે વકીલોને પોતાની જાતને સુરક્ષિત કરવા માટે એક વિકલ્પ આપ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
covid 19 case latest update

ચીફ જસ્ટિસ ચંદ્રચુડ કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં લીધો મોટો નિર્ણય

દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. જેને પગલે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જેને ધ્યાને રાખીને દેશના મુખ્ય ન્યાયાધીશ Dy ચંદ્રચુડે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ Dy ચંદ્રચુડ દ્વારા વકીલોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. આ મામલે તેમણે આજે 5 એપ્રિલ બુધવારના રોજ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોરોનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને વકીલોને અદાલતમાં વર્યુઅલ રીતે હાજર રહેવાની સુવિધા પ્રદાન કરવામાં આવી છે.

Advertisment

આ સાથે ન્યાયાધીશ Dy ચંદ્રચુડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હાઇબ્રિડ મોડ પણ ચાલું છે. જો વકીલનું ક્રાઉડ ઓનલાઇન આવવાનો વિકલ્પ પસંદ કરશે અમે તેની વાતમાં સહમત થશું અને તેને સાંભળીશું.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ ઘણા સમયથી હાઇબ્રિડ મોડ (ફિઝિકલ અને વર્ચ્યુઅલ) નો સફળતાપૂર્વક પ્રયોગ કરી રહી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે તો ફિઝિકલ સુનાવણી શરૂ કર્યા પછી પણ સુપ્રીમ કોર્ટ એપ અને YouTubeના માઘ્યમથી ખંડપીઠની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરી દીધું છે.

છેલ્લા 24 કલાકના કોરોનાના કેસોના આંકડા પર નજર કરીએ તો 4,435 નવા કોવિડ 19ના કેસો નોંધાયા છે. જ્યારે વર્તમાન સમયમાં કુલ કોરોનાના કેસોની સક્રિય સંખ્યા 23,091 છે.

Advertisment

સમગ્ર ભારતમાં કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી વૃદ્ધિ જોવા મળી રહી છે. 1 એપ્રિલના 2,994, 2 એપ્રિલના 3,824 અને 3 એપ્રિલના 3,641 નવા કોરોનાના કેસો સામે આવ્યાં છે. છેલ્લા 3 દિવસના કોરોના કેસોની સંખ્યા જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, કોરોનાએ ફરી રફતાર પકડી છે. ગઇકાલ 4 એપ્રિલ સુધીમાં કોરોના સામે જંગ લડીને સાજા થનારાની સંખ્યા 4,4177,204 થઇ છે. કુલ રિકવરી દર 98.76 પ્રતિશત આંકવામાં આવી છે.

આ પણ વાંચો: અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- ED-CBI ની 95% તપાસ વિપક્ષી નેતાઓ સામે, CJIએ કહ્યું – નેતાઓ માટે કોઇ અલગ કાયદા થોડા છે

મંગળવારે દૈનિક અને સાપ્તાહિક હકારાત્મકતા દર અનુક્રમે 1.84 ટકા અને 2.49 ટકા રહ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 1,894 વ્યક્તિઓને કોવિડ રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 92.20 કરોડ પરીક્ષણોમાંથી, મંગળવારે 1,64,740 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ભારતમાં કોવિડના વધતા જતા કેસોની નોંધ લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જણાવ્યું હતું કે, ઓમિક્રોન સબ-વેરિયન્ટ,જે હાલ દેશમાં લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે.ત્યારે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી. તેથી ચિંતા કરવાની જરૂર નથી. જો કે, સ્વાસ્થ મંત્રીએ પોતાના નિવેદનમાં લોકોને સાવચેત રહેવા અને ઓમિક્રોન વેરિએન્ટને ફેલાતા અટકાવવા માટે નક્કર પગલા લેવાનું જરૂર છે તેમ જણાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ કોવિડ ગુજરાતી ન્યૂઝ દેશ