/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/CJI-chandrachud.jpg)
આર્ટિકલ 370ના વિરોધમાં દાખલ અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં ફરથી સુનાવણી કરવાનું મન બનાવી લીધું છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે આ માટે નવી બંધારણીય બેંચની રચના કરી છે. નવી બેચ 11 જુલાઇએ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં છેલ્લે 2019માં આર્ટિકલ 370 વિરુદ્ધ દાખલ અરજી અંગે સુનાવણી કરવામાં આવી હતી. 2 માર્ચ 2020 બાદ સુપ્રીમ કોર્ટમાં આ કેસ લિસ્ટ શુદ્ધા ન થઈ શક્યો.
આર્ટિકલ 370 અંગે કેન્દ્રએ ઓગસ્ટ 2019માં નોટિફિકેશન રજૂ કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આ મામલો ગતો ડિસેમ્બરમાં 2019માં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે પાંચ જજોની બેચની પાસે આ કેસ ગયો હતો. આ સમયે પ્રશ્ન ઉઠ્યો હતો કે આ મામલાને બંધારણિય બેચ પાસે મોકલવામાં આવશે. કારણ કે પ્રેમનાથ કૌલ અને સંપથ પ્રકાશ મામલે બે વિભિન્ન મત જોવા મળ્યા હતા. છેલ્લા આ કેસ બે માર્ચ 2020માં લિસ્ટ થયો હતો. ત્યારે નિર્ણય થયો હતો કે આ મામલે મોટી બેંચ પાસે મોકલવાનો કોઈ અર્થ નથી.
સુપ્રીમ કોર્ટમાં 2 માર્ચ 2020 છેલ્લી વાર લિસ્ટ થયો હતો કેસ
ઉલ્લેખનીય છે કે 11 જુલાઈએ આ મામલાની સુનાવણી સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટીસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત કરશે. 2 માર્ચ 2020 બાદ આ મામલા અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક વખત ઉલ્લેખ થયો પરંતુ લિસ્ટ કરવા માટે કોઈ ચોક્કસ પુરાવા સામે આવ્યા નહીં.
ચંદ્રચૂડ સામે બે વખત ઉલ્લેખ થયો પરંતુ કેસને લિસ્ટ કરવા પર ન બની સહમતિ
એનવી રમના સીજેઆઈ હતા ત્યારે તેમણે કેસને લિસ્ટ કરવા માટે ક્યારે નક્કર જવાબ આપ્યો નહીં. યુયુ લલિતના સીજેઆઈ રહેતા સપ્ટેમ્બર 2022માં 370થી જોડાયેલી અરજીને લિસ્ટ કરવા પર સહમતિ બની હતી. પરંતુ સુનાવણી થઇ શકી ન્હોતી. તેમના રિટાયર થયા બાદ સીજેઆઈ ચંદ્રચૂડની સામે બે વખત આ કેસનો ઉલ્લે થયો પરંતુ કોઈ નિર્ણય ન થઈ શક્યો. છેલ્લા જે બેંચમાં મામલાની સુનાવણી કરવામાં આવી હતી એ સભ્યોમાંથી એનવી રમના અને સુભાષ રેડ્ડી રિટાયર થઈ ચૂક્યા છે. બેચના નવા સભ્યોમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ સંજીવ ખન્ના છે.
ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 થકી જમ્મુ કાશ્મીરને વિશેષ સ્થાન મળ્યું હતું. પરંતુ 2019માં મોદી 2.0માં આને ખતમ કરી નાંખ્યું હતું. આ પ્રમાણે સંસદને રાજ્યમાં રક્ષા-વિદેશી મામલો, નાણા અને સંચારના મામલાઓને છેડીને કાયદો લાગુ કરવા માટે જમ્મુ અને કાશ્મીર સરકારની મંજૂરી આવશ્યતા છે. પરંતુ કેન્દ્રએ 5 ઓગસ્ટ 2019માં આ કલમને નાબુત કરી દીધી હતી. ત્યારબાદ વિવાદ ચાલું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us