Delhi Excise policy case : દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ લગભગ નવ કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ પછી મીડિયાને સંબોધતા કેજરીવાલ કહ્યું કે સીબીઆઈ દ્વારા તેમને રવિવારે સવારે 11 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા અને લગભગ સાડા નવ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હું તમામ સીબીઆઈ અધિકારીઓનો તેમના સૌજન્ય અને આતિથ્ય માટે આભાર માનું છું. તેમણે મારી સાથે આદર સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો હતો.
કેજરીવાલે કહ્યું કે સમગ્ર કેસના તમામ આરોપો સંપૂર્ણ નકલી, બનાવટી અને ગંદા રાજકારણથી પ્રેરિત છે. આમ આદમી પાર્ટી ખૂબ જ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. કટ્ટર-ઈમાનદારી એ અમારી મૂળ વિચારધારા છે. અમે મરી જઈશું પણ ભ્રષ્ટાચાર નહીં કરીએ આ જ કારણ છે કે તેઓ અમારા પર કાદવ ઉછાળવા માંગે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં AAP સરકારે સારી શાળાઓ અને હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે અને જે કામ છેલ્લા 75 વર્ષમાં થયું ન હતું તે હવે થઈ રહ્યું છે. તેઓ આ વાત પચાવી શકતા નથી કારણ કે 30 વર્ષમાં તેઓ ગુજરાતમાં એક પણ નવી શાળાનું નિર્માણ કરી શક્યા નથી. મધ્યપ્રદેશમાં એક પણ નવી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું નથી. તેથી અમે જે સારું કામ કરી રહ્યા છીએ તે તેઓ કરી શકતા નથી, તેથી તેઓ AAP ને નષ્ટ કરવા પ્રયાસ કરી રહ્યા છે.
કેજરીવાલે કહ્યું કે તેઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા, તમે આ નીતિ શા માટે લાવ્યા, તે ક્યારે તૈયાર થઈ. તેઓએ મને લગભગ 56 પ્રશ્નો પૂછ્યા. હું માનું છું કે આ કેસ સંપૂર્ણ રીતે નકલી છે. તેમની પાસે AAP વિરૂદ્ધ થોડા પુરાવા પણ નથી.
એક દિવસીય સત્ર બોલાવવા અંગે મીડિયાને માહિતી આપતા કેજરીવાલે કહ્યું કે શા માટે? કાલે સત્ર કેમ નહીં થાય? કયા નિયમો હેઠળ તે ન થઈ શકે. મેં ભૂતકાળમાં પણ ઘણી વખત એલજી સાહેબને સલાહ આપી છે. એક શિક્ષિત કાનૂની સલાહકાર ભાડે રાખો, જે બંધારણ, કાયદા અને નિયમો વિશે સારી જાણકારી ધરાવતા હોય. તે તેમના માટે વધુ સારું રહેશે. કેબિનેટે આવતીકાલે વિધાનસભા યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એલજીને પૂછવાની જરુરત નથી.