કેન્દ્ર પર ફંડ જાહેર ન કરવાનો આરોપ લગાવી મમતા બેનર્જીએ કહ્યું- હું પ્રધાનમંત્રીને મળી, હવે શું તેમના પગમાં પડી જાઉં?

મમતા બેનરજીએ કહ્યું - રાજ્યને ફંડ આપીને કેન્દ્ર કોઇ ઉપકાર કરી રહ્યું નથી. તે અમારી પાસેથી જીએસટીના રૂપમાં પૈસા લેશે

Written by Ashish Goyal
November 15, 2022 19:55 IST
કેન્દ્ર પર ફંડ જાહેર ન કરવાનો આરોપ લગાવી મમતા બેનર્જીએ કહ્યું- હું પ્રધાનમંત્રીને મળી, હવે શું તેમના પગમાં પડી જાઉં?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (ફાઇલ ફોટો)

West Bengal: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મમતા બેનરજીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે બંગાળ માટે 100 દિવસના કામ, આવાસ યોજનાઓ અને ગ્રામ સડક યોજનાઓ માટે ફંડ જારી કરવામાં આવી રહ્યા નથી.

મોદી સરકાર પર ગુસ્સે ભરાઇને મમતા બેનરજીએ કહ્યું કે મેં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. હવે તેના પછી શું બચ્યું છે. શું હવે ફંડ માટે તેમના પગમાં પડી જાઉં? મમતા બેનર્જીએ કહ્યું કે અમારી પાસેથી પૈસા લઇને તમે અમને જ પૈસા આપી રહ્યા નથી. જો ફંડ ના મળે તો પછી અમે ટેક્સ કેમ આપીએ? તમને જણાવી દઈએ કે મમતા બેનરજી 15 નવેમ્બરે પશ્ચિમ બંગાળના ઝાડગ્રામ જિલ્લામાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા.

રાજ્યને ફંડ આપીને કેન્દ્ર કોઇ ઉપકાર કરી રહ્યું નથી – મમતા બેનરજી

મમતા બેનરજીએ કહ્યું કે રાજ્યને ફંડ આપીને કેન્દ્ર કોઇ ઉપકાર કરી રહ્યું નથી. તે અમારી પાસેથી જીએસટીના રૂપમાં પૈસા લેશે. અમે બધા રાજ્ય એ આશામાં હતા કે બધા રાજ્યોને ફાયદો થશે પણ હવે અમારા માટે સ્થિતિ ખરાબ છે. દરેક વસ્તુ માટે અમે ટેક્સ આપી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર પૈસા તો લઇ રહી છે પણ તે અમને સંવૈધાનિક અધિકારથી વંચિત કરી રહી છે.

આ પણ વાંચો – કર્ણાટકમાં એક બસ સ્ટેશનને બીજેપી સાંસદે ગણાવી મસ્જિદ, કહ્યું- ના તોડ્યું તો તે પોતે જેસીબી લઇને જશે

સીએમ મમતાએ કહ્યું કે કેટલોક લોકો દિલ્હી (કેન્દ્ર સરકાર)ને બંગાળ સરકારને ફંડ ના આપવા માટે કહે છે અને આગળ આવું થતું રહ્યું તો તમને લોકોને કહેવા માંગીશ કે ડ્રમ, તીર અને કમાનથી કેન્દ્ર સરકારના અત્યાચાર સામે અવાજ ઉઠાવો.

ચાની દુકાન પર લોકોને વહેંચ્યા પકોડા

ઝાડગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ રસ્તાના કિનારે ચાની દુકાન પાસે પોતાનો કાફલો રોકીને લોકોને પકોડા વહેંચ્યા હતા. આ દરમિયાન ચા ની દુકાન પર લોકોની ભીડ જોવા મળી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ