કોંગ્રેસ અધ્યક્ષ બન્યાના 10 મહિના બાદ મલ્લિકાર્જૂન ખડગેએ રવિવારે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની રચના કરી હતી. જેમાં ગત વર્ષે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ ચૂંટણી લડનાર શશિ થરુર, રાજસ્થાનના મહત્વના નેતા સચિન પાયલટ, ગૌરવ ગોગોઈ, અશોક ચવ્હાણ અને ચરણજીત સિંહ ચન્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોકે, લોકસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બચ્યો છે. ખડગેની આ કવાયત એક ચતુરાઈ ભરી અને પાર્ટી વચ્ચે સંતુલન બનાવનારી માનવામાં આવે છે.
મલ્લિકાર્જૂન ખડગેના આ નવા પગલાં શું છે ખાસ
શશિ થરુર અને સચિન પાયલટને CWCમાં શામેલ કરવા ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શશિ થરુરને સામેલ કરીને ખડગે એ સંકેત મોકલ્યો છે કે તેમણે ચૂંટણી લડાઈમાં પાર્ટીને આંતરિક લોકતંત્રની ભાવનાથી લીધો છે. જ્યારે સચિન પાયલટને સામેલ કરવામાં આવ્યા પછી ખડગે બે સંદેશ મોકલવા માંગે છે. પહેલા એ કે મુખ્યમંત્રી પદની તેમની મહત્વાકાંક્ષાઓ અને રાજસ્થાનની રાજનીતિમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને નકાર્યા છતાં પાયલટને મહત્વ આપ્યું છે. બીજું આનાથી નવેમ્બર-ડિસેમ્બરમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અશોક ગહેલોત ઉપર પણ દબાણ ઓછું થઈ જશે.
અનેક રાજ્યોને સાધવાનો પ્રયત્ન
મલ્લિકાર્જૂન ખડગે CWCમાં અલગ અલગ રાજ્યોના નેતાઓનો સમાવેશ કરીને અનેક રાજ્યોના સમીકરણોનું સંતુલન કરવાની કોશિશ કરી છે. ઉદાહરણ તરીકે તેમણે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહને સ્થાયી આમંત્રિત સદસ્યના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી પદની દોડમાં સુખવિંદર સિંહ સુક્ખૂથી પાછળ રહી ગયા હતા.
આ પણ વાંચોઃ- કોંગ્રેસની વર્કિંગ કમિટીની જાહેરાત : સચિન પાયલટનો સમાવેશ, ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાને સ્થાન
CWC સભ્યના રૂપમાં છત્તીસગઢના ગૃહમંત્રી તામ્મધ્વજ સાહૂનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે મહત્વપૂર્ણ એટલા માટે છે કે આ વર્ષના અંતમાં છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થનારી છે. ઓ ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ 2018માં સીએમ પદની દોડમાં હતા. પાર્ટીએ તેમને ખુસ કરવા માટે તાજેતરમાં દેવને ડિપ્યુટી સીએમ નિયુક્ત કર્યા હતા. આ પ્રકારે પશ્વિમ બંગાળ અને રાજસ્થાનના નેતાઓને પણ સીડબ્લ્યુસીમાં સામેલ કરીને ખડગેએ એવો જ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.