Congress Chife Mallikarjun Kharge constitutes Central Election Committee : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ ચૂંટણી સમિતિની ઘોષણા કરી છે. આ સમિતિમાં 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ સામેલ છે.
કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં કોણ કોણ છે? (congress working committee members list)
કોંગ્રેસની ચૂંટણી સમિટિના 16 સભ્યોમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધિર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસૂદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટી.એસ. સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પી.એલ. પુનિયા, ઓમકાર મરકામ, કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ માટે અગ્નિ પરીક્ષા સમાન
કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એક તરફ પાર્ટીએ ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ સામે તેના બે મહત્વના રાજ્યો બચાવવાનો પડકાર છે. આ વર્ષના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. વિધાનસભાની ચૂંટણી બે મુખ્ય પક્ષો (ભાજપ-કોંગ્રેસ) વચ્ચે એક સેમીફાઇનલ જેવી છે જ્યાંથી સામાન્ય ચૂંટણીમાં જનતાનો મૂડ સમજાશે.
એક દેશ, એક ચૂંટણી પણ એક પડકાર છે (One Nation, One Election)
હાલના દિવસોમાં વન નેશન, વન ઈલેક્શન પણ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારે સંસદના વિશેષ સત્રની ઘોષણા કરી છે અને આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર એક દેશ, એક ચૂંટણી લાગુ કરવાનું વિચારી રહી છે.
આવી સ્થિતિમાં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સમય પહેલા ચૂંટણી પણ થઈ શકે છે, આવી સંભાવનાને લઈને મમતા બેનર્જી અને નીતિશ કુમારના નિવેદનો પછી પણ આ ચર્ચા થઈ રહી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ કોઈપણ રીતે બેદરકારી દાખવવા માંગતી નથી તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ‘વન નેશન, વન ઈલેક્શન’ વિષય પર કહ્યું, “બંધારણમાં સુધારા વિના વન નેશન, વન ઈલેક્શન અશક્ય છે. બંધારણમાં સુધારા માટે સર્વસંમતિની પ્રબળ જરૂર છે. આ બધું પછી જોવામાં આવશે. હાલમાં એક કમિટી બનાવવામાં આવી છે. અમારો વિચાર એકદમ સ્પષ્ટ છે.