સાંસદ સદસ્યતા ગુમાવ્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. રાહુલ ગાંધીએ શનિવારે સરકારી બંગલો 12 તુગલક લેનને શનિવારે પુરી રીતે ખાલી કરી દીધો છે. આ બંગલો તેમને સાંસદ હોવાથી મળ્યો હતો. રાહુલે લોકસભા સચિવાલયને બંગલાની ચાવી આપી દીધી છે. તે હવે તેમની માતા સોનિયા ગાંધીના બંગલામાં રહેવા ગયા છે. રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પોતાના સરકારી બંગલાની ચાવી અધિકારીઓને સોંપી દીધી છે. બંગલો ખાલી કર્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે મેં સાચું બોલવાની કિંમત ચુકાવી છે. હિન્દુસ્તાનની જનતાએ તેને આ ઘર આપ્યું હતું જ્યાં તે 19 વર્ષથી રહેતા હતા.
રાહુલ ગાંધીએ પોતાનો સરકારી બંગલો ખાલી કર્યા પછી કહ્યું કે હિન્દુસ્તાનના લોકોએ મને 19 વર્ષ સુધી આ ઘરમાં રહેવાની તક આપી. જોકે આ ઘરને મારી પાસેથી છીનવી લીધું. આજકાલ સાચું બોલવાની કિંમત ચુકવવી પડે છે. હું સાચું બોલવા માટે કોઇપણ કિંમત ચુકવવા તૈયાર છું.
માતા સોનિયા ગાંધીના સરકારી નિવાસસ્થાન 10 જનપથમાં રહેશે
રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીના સરકારી આવાસ 10 જનપથમાં રહેશે. માનહાનિ મામલામાં દોષિત સાબિત થયા પછી ગત મહિને લોકસભા સાંસદના રૂપમાં અયોગ્ય જાહેર થયા પછી લોકસભા સચિવાલયે એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી. રાહુલ ગાંધીએ 14 એપ્રિલના રોજ પોતાના સામાનને સોનિયા ગાંધીના નિવાસસ્થાનમાં શિફ્ટ કર્યો હતો.
આ પણ વાંચો – સંજય રાઉતે કહ્યું – એકનાથ શિંદેને તેમની બેગ પેક કરવા માટે સ્પષ્ટ સંદેશો આપી દીધો
સૂત્રોએ કહ્યું કે પોતાનું કાર્યાલય બદલ્યા પછી તે પોતાની માતા સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાન 10 જનપથમાં રહેવાનું શરૂ કરી દીધું છે. સરકારી બંગલો ખાલી કરવાની અંતિમ તારીખ 22 એપ્રિલ હતી.
શશિ થરુરે કહ્યું – આ નિયમો પ્રત્યે સન્માન
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે રાહુલ ગાંધીનું બંગલો ખાલી કરવું એક ઉદાહરણ હતું. થરુરે ટ્વિટર પર લખ્યું કે આજે રાહુલ ગાંધીએ લોકસભા સચિવાલયના આદેશના જવાબમાં તુગલક લેનમાં પોતાનું ઘર ખાલી કરી દીધું છે. કોર્ટે તેમને અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો અને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ હજુ પણ તેમની સદસ્યતા બહાલ કરી શકે છે. જોકે ઘર છોડવાનું તેમનું ઉદાહરણ નિયમો પ્રત્યે તેમના સન્માનને દર્શાવે છે.





