કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. તેમણે સંસદના વિશેષ સત્રમાં આર્થિક સ્થિતિ, ખેડૂત સંગઠનોની સાથે સમજૂતી, અદાણી સમૂહના ખુલાશા, જાતીય જનગણનાની માંગ, સંઘીય ઢાંચા પર હુમલો, સહિત નવ મુદ્દા પર ચર્ચાનો આગ્રહ કર્યો છે.
આ અંગે જાણકારી આપતા કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે બુધવારે કહ્યું કે એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે કાલે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સંસદીય દળની બેઠક થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના આવાસ પર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક થઈ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે સંસદના વિશેષ સત્રનો બહિષ્કાર નહીં કરીએ. આ અમારા માટે જનતાના મુદ્દાઓને સામે રાખવાની તક છે. દરેક પાર્ટી અલગ અલગ મુદ્દાઓને સામે રાખવાની પુરી કોશિશ કરશે.
સોનિયા ગાંધીએ આ 9 મુદ્દાઓ પર સદનમાં ચર્ચાની માંગ કરી હતી
પીએમ મોદીએને લખેલી ચિઠ્ઠીમાં સોનિયા ગાંધીએ લખ્યું હતું કે અમે નિશ્ચિત રીતે સત્રમાં ભાગ લેવા માંગે છે. તેમણે લખ્યું હતું કે સત્રમાં સાર્વજનિક મહત્વના મુદ્દા ઉઠાવવાનો મોકો મળશે. આશા છે કે ચર્ચા માટે સમય આપવામાં આવશે. વડાપ્રધાનને લખેલા પત્રને કોંગ્રેસ સસંદીય દળના પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે સંસદના વિશેષ સત્ર દરમિયા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને રચનાત્મક સહયોગની ભાવનાની સાથે લેવામાં આવશે. પત્રમાં તેમણે કહ્યું કે સંસદના વિશેષ સત્ર માટે સરકાર તરફથી અત્યાર સુધી કોઈ એજન્ડા સુચીબદ્ધ નથી કર્યો.
સોનિયા ગાંધીએ આગ્રહ કર્યો છેકે 18 સપટેમ્બરે શરુ થનારા સંસદના વિશેષ સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતીય જનગણના, ચીન સાથે સીમા પર ગતિરોધ અને અદાણી સમૂહ સાથે નવો ખુલાસાની પૃષ્ઠભૂમિમાં સંયુક્ત સંસદીય સમિતિ ગઠિત કરવાની માંગ સહિત નૌ મુદ્દા ઉપર ઉચિત નિયમો અંતર્ગત ચર્ચા કરાવવામાં આવશે.
જયરામ રમેશે જણાવ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું કે આ સત્ર મનમાની રીતે બોલાવવામાં આવ્યું છે. વિશેષ સત્રથી પહેલા પાર્ટીઓ સાથે વાત કરી કાર્ય સૂચી તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ અંગેની જાણકારી અમારી પાસે નથી. બુલેટિનના વિશેષ સત્રમાં પાંચો દિવસ સરકારી વેપારની વાત લખેલી છે. જે અશક્ય છે. અમે નક્કી કર્યું છે કે જે મુદ્દા અમે ગત વર્ષે ઉઠાવી શક્યા ન્હોતા એ આ વખતે ઉઠાવીશું.





