રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot)કહ્યું કે તે કોંગ્રેસ અધ્યક્ષની (Congress President Election)ચૂંટણી લડશે નહીં. તેમનું કહેવું છે કે આવા માહોલમાં તેમનું ચૂંટણી લડવાનું મન નથી અને તે નૈતિક રીતે પોતાના નિર્ણયને સાચો માને છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પર યથાવત્ રહેવાના સવાલ પર તેમનું કહેવું હતું કે તેનો નિર્ણય સોનિયા ગાંધીએ કરવાનો છે. અશોક ગેહલોતે ગુરુવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
અશોક ગેહલોતનું કહેવું છે કે તે કોચ્ચીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. તેમને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની વિનંતી કરી હતી પણ તેમણે સ્વીકાર ના કર્યો તો મેં કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ. જોકે હવે રાજસ્થાનના રાજનીતિક ઘટનાક્રમ પછી મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
સોનિયા ગાંધી સાથે મુલાકાત પછી અશોક ગેહલોતનું કહેવું છે કે એક લાઇનનો પ્રસ્તાવ અમારી પરંપરા છે. જોકે તેમને એ પણ કરવા દીધું નથી. એવી સ્થિતિ ગઇ કે આવું થઇ શક્યું નથી. આ મારી નૈતિક જવાબદારી હતી. જોકે સીએમ હોવા છતા તે આવું ના કરી શક્યા.
અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. બે દિવસ પહેલા જે પણ કશું બન્યું તેણે અમને હલાવી દીધા હતા. તેનાથી સંદેશો ગયો કે આ બધું એટલા માટે થયું કારણ કે હું સીએમ બનવા માંગતો હતો. મેં તેમની માફી માંગી લીધી છે.
રાજસ્થાન મુખ્યમંત્રીના બન્યા રહેશો કે નહીં તે સવાલના જવાબ પર અશોક ગેહલોતે કહ્યું કે હું આ નક્કી કરીશ નહીં, આ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નક્કી કરશે.