Rahul Gandhi Article On Hindu Religion : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક આર્ટિકલ શેર કર્યો છે જેને તેમણે ‘સત્યમ શિવમ સુંદરમ’ નામ આપ્યું છે. લેખ શેર કરતી વખતે, તેમણે લખ્યું, “એક હિંદુ પોતાના અસ્તિત્વમાં તમામ આસપાસના વાતાવરણને કરુણા અને ગૌરવ સાથે ઉદારતાપૂર્વક આત્મસાત કરે છે, કારણ કે તે જાણે છે કે, આપણે બધા જીવનના આ મહાસાગરમાં ડૂબી રહ્યા છીએ. નબળા લોકોની રક્ષા કરવી તેની ફરજ છે. રાહુલ ગાંધીના લેખ અંગે ઘણા ચર્ચા થઇ રહી છે, જેમાં રાહુલ ગાંધીએ હિન્દુ હોવાના અર્થની વ્યાખ્યા કરી છે. ચાલો જાણીયે રાહુલ ગાંધીએ આ આર્ટીકલમાં શું લખ્યુ છે…
હિંદુ કોણ છે? (Who is Hindu?)
રાહુલ ગાંધીએ જીવનના અર્થની વ્યાખ્યાયિત કરવાની સાથે પોતાના આ લેખની શરૂઆત કરી છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “કલ્પના કરો, જીવન પ્રેમ અને આનંદનો, ભૂખ અને ભયનો મહાસાગર છે અને આપણે બધા તેમાં તરી રહ્યા છીએ. તેની સુંદર અને ભયાનક, શક્તિશાળી અને સતત પરિવર્તનશીલ લહેરોની વચ્ચે આપણે જીવવાનો પ્રયાસ કરીએ છીએ. આ મહાસાગર જ્યાં પ્રેમ, ઉલ્લાસ અને અપાર આનંદ છે, ત્યાં મૃત્યુનો ભય, ભૂખનો ભય, દુ:ખનો ડર, નફા-નુકસાનનો ડર, ભીડમાં ખોવાઈ જવાનો અને અસફળ થવાનો ડર. આ મહાસાગરમાં સામૂહિક અને નિરંતર યાત્રાનું નામ છે જીવન, જેની ભયનક ઊંડાઇમાં આપણે બધા તરીએ છીએ. ભાયનક, કારણ કે આજ સુધી આ મહાસાગરમાંથી કોઈ છટકી શક્યું નથી અને ના તો છટકી શકશે.” તેમણે આગળ લખ્યું છે કે જે વ્યક્તિમાં પોતાના ભયના તળિયે જઈને આ મહાસાગરની સચ્ચાઇને જોવાની હિંમત હોય તે હિંદુ છે.
આ પણ વાંચો | મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ગર્જના, BJP પર કર્યો જોરદાર પ્રહાર, જાણો ભાષણના મહત્વના મુદ્દા
એક હિંદુ શું કરે છે?
આ લેખમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંદુ કોણ છે તેવા પ્રશ્નની વાત કર્યા બાદ હિંદુઓએ કરેલા ઉત્કૃષ્ટ કાર્યોને ઉજાગર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીએ લખે છે કે, “એક હિંદુ ઉદારતાથી તેના અસ્તિત્વમાં કરુણા અને ગૌરવ સાથે તમામ આસપાસના વાતાવરણને અપનાવે છે. કારણ કે તે જાણે છે કે જીવનના આ મહાસાગરમાં આપણે બધા ડૂબી રહ્યા છીએ. અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા તમામ જીવની તે આગળ વધીને રક્ષણ કરે છે. તે સૌથી નબળા લોકોની ચિંતાઓ અને અવાજહીન ચિસો પ્રત્યે પણ સભાન છે. નબળાની રક્ષા કરવી જ તેનો ધર્મ છે. સત્ય અને અહિંસાની શક્તિથી સંસારની સૌથી અસહાય ચીસોને સાંભળવી અને તેના ઉકેલ શોધવા જ તેનો ધર્મ છે. એક હિંદુમાં પોતાના ડરને ઊંડાણપૂર્વક જોવાની અને તેને સ્વીકારવાની હિંમત હોય છે. જીવનની યાત્રામાં તે ભયના દુશ્મનને મિત્રમાં પરિવર્તિત કરતા શીખે છે. ડપ તેના પર ક્યારેય હાવી થઈ શકતો નથી, બલ્કે તે ગાઢ મિત્ર બની તેને આગળનો રસ્તો દેખાડે છે. હિંદુનો આત્મા એટલો કમજોર નથી હોતો કે તે તેના ભયના વશમાં આવીને કોઈપણ પ્રકારના ગુસ્સા, ધ્રુણા કે હિંસા વેરનું માધ્યમ બની જાય.”





