Rajani Patil suspended: કોંગ્રેસ સાંસદ રજની પાટીલ સસ્પેન્ડ, મોબાઇલથી રાજ્યસભાની કાર્યવાહીનો વીડિયો બનાવી રહ્યા હતા

Rajani Patil suspended: કોંગ્રેસના (congress) સાંસદ રજની પાટીલને (Rajani Patil) રાજ્યસભાની (Rajya Sabha) કાર્યવાહીનો વીડિયો બનાવવા અને તેનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ સંસદના અધ્યક્ષ જગદીપ ધનખડે (jagdeep dhankhar) સસ્પેન્ડ કર્યા

Written by Ajay Saroya
February 10, 2023 22:46 IST
Rajani Patil suspended: કોંગ્રેસ સાંસદ રજની પાટીલ સસ્પેન્ડ, મોબાઇલથી રાજ્યસભાની કાર્યવાહીનો વીડિયો બનાવી રહ્યા હતા
કોંગ્રેસના સાંસદ રજની પાટીલને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા

કોંગ્રેસના સાંસદ રજની પાટીલને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ કે રજની પાટલી સંસદની કાર્યવાહીનો વીડિયો બનાવી રહ્યા હતા જે નિયમની વિરુદ્ધ છે. રજની પાટલીને સસ્પેન્ડ કરાયા બાદ હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે સાંસદની આવી હરકત વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને બાકીના બજેટ સેશનમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે કહ્યું કે ગૃહની કાર્યવાહી સાથે સંબંધિત એક વીડિયો ગઈકાલે એટલે કે ગુરુવારે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ગંભીરતાથી લઈને અમે આ મામલે જે જરૂરી હતું તે કાર્યવાહી કરી છે. અધ્યક્ષે કહ્યું કે અમને જાણવા મળ્યું કે કોંગ્રેસ સાંસદ રજની પાટીલ આ ઘટનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ તેમને બાકીના બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાટીલે ગૃહની અંદરથી એક વિડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં વિપક્ષી સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુવારે આભાર પ્રસ્તાવના જવાબનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

ધનખડે જણાવ્યું હતું કે, વિશેષાધિકાર સમિતિ આ બાબતની તપાસ કરશે અને જ્યાં સુધી સમિતિ પોતાનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી પાટીલ પર પ્રતિબંધ રહેશે, તેમણે ઉમેર્યું હતું કે સંસદની પવિત્રતા જાળવવા માટે આ કેસ કોઈ બહારની એજન્સીને સોંપવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની વિશેષાધિકાર સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે અને આ ઓગસ્ટમાં સંસદમાં વિચાર માટે વિશેષાધિકાર સમિતિની ભલામણનો લાભ મળે ત્યાં સુધી, પાટીલને હાલના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રજની પાટીલને સસ્પેન્ડ કરવા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ જ્યારે ઉપરાષ્ટ્રપતિ ગૃહમાં આદેશ આપી રહ્યા હતા ત્યારે પણ તેમની ઝાટકણી કાઢીને આક્રમકતા દર્શાવી હતી. ઉપરાષ્ટ્રપતિ દ્વારા આજે આપવામાં આવેલા આદેશો એ સંકેત છે કે ગૃહની ગરિમા રાષ્ટ્રની ગરિમા છે.

Rajani Patil
કોંગ્રેસ સાંસદ રજની પાટીલને સંસદની કાર્યવાહીનો વીડિયો બનાવા બદલ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સસ્પેન્ડ કર્યા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ રજની પાટીલ દ્વારા રાજ્યસભામાં કાર્યવાહીનો વીડિયો બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે ગૃહમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. સંસદની અંદરની કાર્યવાહીનું મોબાઇલથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમે ઈચ્છીએ છીએ કે વિપક્ષના નેતા આ મામલે માફી માંગે.

બીજેપી સાંસદ જીબીએલ નરસિમ્હા રાવે પણ નિયમ 256 હેઠળ કાર્યવાહીની માંગણી સાથે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંસદની કાર્યવાહીનો વીડિયો બનાવ્યા બાદ તેમણે તેને પોસ્ટ કર્યો હતો. તેથી પાટીલને ગૃહના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવા જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલા તપાસ કરાવો, જો કોઈ ભૂલચૂક હશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે, ચેતવણી આપ્યા બાદ તેમને મુક્ત પણ કરી શકાય છે. સરકારના દબાણમાં આવીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ