'વતન કો લૂંટ લિયા મિલકે...' કોંગ્રેસે પીએમ મોદી અને ગૌતમ અદાણી વિશે કરી કવ્વાલી, જુઓ - VIDEO

Congress Qawwali viral video : કોંગ્રેસે તેના ટ્વીટર હેન્ડલ પર કવ્વાલીનો વીડિયો વાયરલ કર્યો છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ભાજપ (BJP) અને ગૌતમ અદાણી (Gautam Adani) વચ્ચેના સંબંધો પર પ્રહાર કરી ટોણો માર્યો છે કે, 'વતન કો લૂંટ લીય ભાજપા અને અદાણી વાલો ને...'

Congress Qawwali viral video : કોંગ્રેસે તેના ટ્વીટર હેન્ડલ પર કવ્વાલીનો વીડિયો વાયરલ કર્યો છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ભાજપ (BJP) અને ગૌતમ અદાણી (Gautam Adani) વચ્ચેના સંબંધો પર પ્રહાર કરી ટોણો માર્યો છે કે, 'વતન કો લૂંટ લીય ભાજપા અને અદાણી વાલો ને...'

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Congress I News I Viral Video

કોંગ્રેસે કવ્વાલી વીડિયો દ્વારા પીએમ મોદી પર કટાક્ષ કર્યો (ફોટો સોર્સ- કોંગ્રેસ વીડિયો/સ્ક્રીનગ્રાબ)

Congress Video BJP and adani : વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક રીતે ભાજપને ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામ-સામે પ્રહાર ચાલી રહ્યો છે. કોંગ્રેસે હવે એક વીડિયો શેર કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે.

Advertisment

કોંગ્રેસ લાંબા સમયથી વડાપ્રધાન મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવી રહી છે. હવે એક વીડિયો શેર કરીને ટોણો મારવામાં આવ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર (અગાઉના ટ્વિટર) પર નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કવ્વાલીના માધ્યમથી પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

"ભાજપ અને અદાણીએ મળીને દેશને લૂંટ્યો"

કોંગ્રેસ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને કેપ્શન લખવામાં આવ્યું છે કે, "ભાજપ અને અદાણીના લોકોએ મળીને દેશને લૂંટ્યો, કાળા દિલવાળા, ખરાબ ઈરાદાવાળા." વીડિયોમાં રાહુલ ગાંધી 20 હજાર કરોડ રૂપિયા પર સવાલ ઉઠાવતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં રાજકારણ સાથે જોડાયેલા ઘણા પાત્રોને સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisment

આ કવ્વાલીના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોંગ્રેસ સંસદમાં પ્રશ્નો પૂછે છે ત્યારે આ લોકો ગભરાઈને માઈક બંધ કરી દે છે. એટલું જ નહીં, આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે અદાણી ગ્રુપની 12,770 કરોડ રૂપિયાની લોન પણ માફ કરી દીધી છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાની બાબતને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - VIDEO : સબ ઈન્સપેક્ટર વાંધાજનક હાલતમાં પકડાયો, ગ્રામજનોએ કપડાં ઉતારી થાંભલે બાંધી માર માર્યો

આ વીડિયો કોંગ્રેસ દ્વારા 26 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો છે, જેને 1.5 લાખથી વધુ લોકોએ તેને જોયો છે. વીડિયો પર ઘણા લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો આ વીડિયોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને યોગ્ય ઠેરવી રહ્યા છે, તો કેટલાક આ વીડિયો પર કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો નરેન્દ્ર મોદી gautam adani congress PM Narendra Modi